મુખ્ય સમાચાર
News of Sunday, 23rd January 2022

ગાજિયાબાદમાં ઘરે-ઘરે જઇ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ કર્યું કેમ્પેન

યુપીમાં ચૂંટણીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે : મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રવિવારે ગાઝિયાબાદના મોહન નગર વિસ્તારમાં ઘરે-ઘરે જઇને પ્રચાર કર્યો હતો

નવી દિલ્હી, તા.૨૩ : ઉત્તર પ્રદેશમાં ચૂંટણીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. દરેક પાર્ટી પ્રથમ તબક્કામાં સીટો પર વધુ ભાર આપી રહી છે. આ સિલસિલામાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રવિવારે બપોરે ગાઝિયાબાદના મોહન નગર વિસ્તારમાં ઘરે-ઘરે જઇને પ્રચાર કર્યો હતો. ગાઝિયાબાદના મોહન નગરમાં ક્રિષ્ના એન્જિનિયરિંગ કોલેજમાં આયોજિત ભારતીય જનતા પાર્ટીના અસરકારક મતદાર સંવાદ વિધાનસભા કાર્યક્રમમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે ઉત્તર પ્રદેશમાં ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. તેમણે કહ્યું કે સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી અને અન્ય પાર્ટીઓએ પણ ઉમેદવારોની યાદી જાહેર કરી છે. વર્ષ ૨૦૧૭માં ભારતીય જનતા પાર્ટીની સરકાર સત્તામાં આવી હતી.

સીએમ યોગીએ કહ્યું કે ૨૦૧૭માં રાજ્યની જનતાએ જે વિશ્વાસ સાથે ભાજપને વોટ આપ્યો હતો, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૧૭ પહેલા જનતાને આપેલા સંકલ્પ પત્રમાં જે પણ વચનો આપ્યા હતા, તે તમામ વચનો પૂરા કરવામાં આવ્યા હતા. સરકારે સારું કામ કર્યું છે. યોગી આદિત્યનાથે કહ્યું કે, ૨૦૧૭ની ચૂંટણીમાં સંકલ્પ પત્રના આધારે દરેક વચન પૂરા કરવામાં આવ્યા છે.

(7:44 pm IST)