મુખ્ય સમાચાર
News of Sunday, 23rd January 2022

કર્ણાટકમાં કોરોના વિસ્ફોટ: એક દિવસમાં રેકોર્ડબ્રેક 50 હજારથી વધારે કેસ નોંધાયા

છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 50,210 કેસ નોંધાયા :19 લોકોના મોત થયા

બેંગ્લુરુ : દેશમાં એક દિવસમાં રેકોર્ડબ્રેક કેસ કર્ણાટકમાં નોંધાયા છે. કર્ણાટકમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 50,210 કેસ નોંધાયા છે તથા 19 લોકોના મોત થયા છે. રાજ્યમાં આરોગ્ય મંત્રી કે.સુધાકરે જણાવ્યું કે રાજ્યમાં આજે કોરોનાના કેસમા મોટો ઊછાળો આવ્યો છે. 

ઓમિક્રોન વેરિયન્ટને લઈને સૌથી મોટા સમાચાર આવ્યાં છે. આખરે જેની રાહ જોતા હવે તે ભય સાચો પડ્યો છે. ભારતમાં હવે ઓમિક્રોન સ્થાનિક સ્તરેથી ફેલાવા લાગ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની હેઠળની સંસ્થા INSACOGએ તેના એક લેટેસ્ટ બુલેટિનમાં એવું જણાવ્યું છે કે ભારતમાં હવે ઓમિક્રોનનો કમ્યુનિટી સ્પ્રેડ (સ્થાનિક સંક્રમણ) શરુ થયો છે. સંસ્થાએ કહ્યું કે દેશના ઘણા મહાનગરોમાં ઓમિક્રોન ઝડપથી ફેલાઈ રહ્યો છે અને નવા કેસમાં ઝડપી વધારો આવી રહ્યો છે. 

(10:34 pm IST)