મુખ્ય સમાચાર
News of Monday, 24th January 2022

વર્ક ફ્રોમ હોમઃ અમેરિકામાં અનેક ઓફિસો અપાર્ટમેન્‍ટ્‍સમાં ફેરવાઈ

રિયલ એસ્‍ટેટમાં આ પ્રકારના ટ્રેન્‍ડથી અફોર્ડેબલ હાઉસિંગની શોર્ટેજ પણ ઘટી શકે છે

ન્‍યુયોર્ક, તા.૨૪: અમેરિકામાં કોરોનાની મહામારીના કારણે સતત વર્ક ફ્રોમ હોમ મોડની રિયલ એસ્‍ટેટ સેક્‍ટર પર પણ અસર થઈ છે. મોટી સંખ્‍યામાં કર્મચારીઓ ઘરેથી જ કામ કરી રહ્યા છે ત્‍યારે અનેક ઓફિસિસ અને હોટેલ્‍સને હવે અપાર્ટમેન્‍ટમાં કન્‍વર્ટ કરવાનું પ્રમાણ વધી ગયું છે. જોકે આ નવા અપાર્ટમેન્‍ટ્‍સમાં કામ કરવા માટે ખાસ સ્‍પેસ પણ રાખવામાં આવી રહી છે, કેમ કે અનેક લોકો હજી દ્યરેથી કામ કરવાનું પસંદ કરી રહ્યા છે.
અપાર્ટમેન્‍ટ લિસ્‍ટિંગ સર્વિસ રેન્‍ટ કેફે દ્વારા કરવામાં આવેલા એક સર્વેમાં જાણવા મળ્‍યું હતું કે અમેરિકામાં ગયા વર્ષે ઓફિસિસ, હોટેલ્‍સ કે અન્‍ય પ્રોપર્ટીને કન્‍વર્ટ કરીને ૨૦,૧૦૦ અપાર્ટમેન્‍ટ્‍સ બનાવાયાં હતાં. ૨૦૨૦ની સરખામણીમાં આ સંખ્‍યા બમણી છે.
રિયલ એસ્‍ટેટમાં આ પ્રકારના ટ્રેન્‍ડથી અફોર્ડેબલ હાઉસિંગની શોર્ટેજ પણ ઘટી શકે છે. જેનાથી મકાનોની કિંમત અને ભાડામાં ઘટાડો થશે એવી અપેક્ષા છે.

 

(3:06 pm IST)