મુખ્ય સમાચાર
News of Monday, 24th January 2022

એસવીપી ગ્‍લોબલ વેન્‍ચર્સ હવે એસવીપી ગ્‍લોબલ ટેક્‍સટાઈલ લિમિટેડ તરીકે ઓળખાશે

કંપની ટેક્‍સટાઈલ્‍સ અને ટેક્‍નિકલ ટેક્‍સટાઈલ્‍સ ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય બજારો પર વધુ ધ્‍યાન આપી રહી છે

મુંબઇ, તા.૨૪: ભારતની અગ્રણી કોમ્‍પેક્‍ટ કોટન યાર્ન ઉત્‍પાદક અને સૌથી ઝડપથી વિકસતી બહુરાષ્ટ્રીય ટેક્‍સટાઈલ્‍સ કંપનીમાંની એક, એસવીપી ગ્‍લોબલ વેન્‍ચર્સ લિમિટેડ હવે એસવીપી ગ્‍લોબલ ટેક્‍સટાઈલ લિમિટેડ તરીકે ઓળખાશે. એસવીપી ગ્‍લોબલ વેન્‍ચર્સ મુખ્‍યત્‍વે કોટન યાર્નના ઉત્‍પાદન સાથે સંકળાયેલી છે એટલે નામમાં ટેક્‍સટાઈલનો સમાવેશ કરવાની જરૂરિયાત જણાઈ હતી. કંપની ફેબ્રિક અને ગાર્મેન્‍ટ્‍સમાં આગળ એકીકરણ સાથે ફાઇબરથી ફેશન સુધી સંપૂર્ણ સંકલિત ટેક્‍સટાઇલ કંપની બનવાની યોજના ધરાવે છે. તેણે ઝાલાવાડ, રાજસ્‍થાન ખાતે વાર્ષિક ૪,૩૭૫ મેટ્રિક ટનની ક્ષમતા સાથે ગ્રીન-ફિલ્‍ડ ફેસિલિટી સ્‍થાપવા માટે રૂ. ૧૦૦ કરોડના મૂડીખર્ચ સાથે ટેકનિકલ ટેક્‍સટાઇલ્‍સમાં પ્રવેશવાની અગાઉ જાહેરાત કરી દીધી છે.
આ ગતિવિધિ અંગે ટિપ્‍પણી કરતા, એસવીપી ગ્‍લોબલના ડિરેક્‍ટર શ્રી ચિરાગ પિટ્ટીએ જણાવ્‍યું હતું કે, ‘કંપનીના નામમાં ફેરફારથી તેને એક અગ્રણી ટેક્‍સટાઇલ ઉત્‍પાદકની વિશિષ્ટ ઓળખ મળશે કારણ કે અમે ટેક્‍સટાઈલ્‍સની સંપૂર્ણ વેલ્‍યુ ચેઈનમાં પણ સાહસ કરી રહ્યા છીએ. ઓમાનમાં તાજેતરના વિસ્‍તરણ અને ટેક્‍નિકલ ટેક્‍સટાઇલ્‍સ ક્ષેત્રે પ્રવેશકરવાથી આવકમાં ૨૫ થી ૩૦%નો નોંધપાત્ર વધારો થશે. ઓમાન પ્‍લાન્‍ટ નાણાંકીય વર્ષ ૨૦૨૨ના બીજા અર્ધવાર્ષિક ગાળામાં શ્રેષ્ઠ ક્ષમતા હાંસલ કરશે તેવી અપેક્ષા છે. ટેક્‍નિકલ ટેક્‍સટાઇલ્‍સમાં પ્રવેશ જૂથના મુખ્‍ય વ્‍યવસાયને પૂરક બનશે તેવી ધારણા છે અને પ્‍લાન્‍ટ ૧૨ થી ૧૫ મહિનામાં વાણિજિયક કામગીરી શરૂ કરશે તેવી સંભાવના છે.

 

(3:07 pm IST)