મુખ્ય સમાચાર
News of Monday, 24th January 2022

સમન્‍વય કરે તે સાધુ : પૂ.મોરારીબાપુ

લક્ષ્યદિપમાં આયોજીત ‘માનસ સાગર' ઓનલાઇન શ્રીરામ કથાનો ત્રીજો દિવસ

રાજકોટ : લક્ષ્યદીપમાં પૂ. મોરારીબાપુના વ્‍યાસાસને ‘માનસ સાગર' શ્રી રામકથાનો શનિવારથી પ્રારંભ થયો છે. પૂજય મોરારીબાપુએ જણાવ્‍યું હતું કે લક્ષ્યદીપ ના વહીવટકર્તા પ્રફુલભાઇ પટેલ સાથે ટેલિફોનિક વાતચીતમાં તેઓએ જણાવ્‍યું હતું કે આઝાદી પછી પ્રથમવાર પ્રથમ વખત ધાર્મિક અનુષ્‍ઠાન યોજાયો છે જેના માટે તંત્ર તરફથી પૂરતો સહયોગ આપવામાં આવ્‍યો છે. પૂજય મોરારિબાપુએ જણાવ્‍યું કે આ રામકથામાં કોવિડના નિયમોનું પાલન કરવામાં આવશે.
રાજકોટ,તા. ૨૪ : ‘સમન્‍વય કરે તે સાધુ છે' તેમ પૂ.મોરારીબાપુએ લક્ષ્યદિપમાં આયોજીત ‘માનસ સાગર' ઓનલાઇન શ્રીરામકક્ષાના ત્રીજા દિવસે જણાવ્‍યુ હતુ.
ગઇ કાલે શ્રી રામ કક્ષાના બીજા દિવસે પૂ.મોરારીબાપુએ જણાવ્‍યુ હતુ કે વ્‍યકિતનો જન્‍મ થાય છે ત્‍યારે બાળકની નાળ કાપતી વખતે જ તેનું મૃત્‍યુ થઇ શકે છે પરંતુ આપણે બચી ગયા છીએ એનો મતલબ છે કે હવે ચિંતા છોડો અને હંમેશા પ્રસન્‍નતામાં રહો ! રામચરિતમાનસમાં ભગવાન રામના ૬ મિત્ર દેખાય છે. અયોધ્‍યાના બાળકો, ગૃહ, રીંચ, સુગ્રીવ, વાંદરાઓ અને વિભિષણ છે.
પૂ.મોરારીબાપુએ વધુમાં કહ્યુ કે, શિવ તો અવિનાશી છે તો પણ વિષ અસર છોડે છે અને એટલો ભાગ નીલ રંગનો બને છે. કામદુર્ગા ગાય ઋષિમુનિઓને આપવામાં આવી અને વારૂણી મદિરા દાનવો પી ગયા. એ પછી અંતે એક સુંદર પુરૂષ પ્રગટ થયો જેના ખભે અમૃતનો કલશ હતો જે ધન્‍વંતરી છે. એ વખતે થોડી ભાગદોડ મચી વિષ્‍ણુએ વિશ્વમોહિનીનું રૂપ લીધુ અને કળશ લઇને અનુષ્‍ઠાનની વાત કરી. સૌ સમુદ્રમાં સ્‍નાન કરી અને એક પંકિતમાં બેઠા અને એ વખતે પંકિત ભેદ થયો દેવતાઓના તરફથી અમૃત આપવાનું શરૂ થયુ એ વખતે રાહુ સૂર્ય અને ચંદ્રની વચ્‍ચે બેઠા એવી કથા મળે છે. અને આ રીતે સમુદ્ર મંથનથી રત્‍નો-બે પશુઓ, ત્રણસ્ત્રીઓ, એક પુરુષ અને વનસ્‍પતિ, ઝવેરાત વગેરે નીકળ્‍યુ હતું.
પૂ.મોરારીબાપુએ વધુમાં જણાવ્‍યુ કે જે સંગ્રહ કરે છે એ કયારેક ન કયારેક મથાય જ છે તેનું મંથન થતુ જ હોય છે. કયારેક આઇટી વાળાઓ, સરકાર, પરિવાર દ્વારા કે અન્‍ય કોઇ મંથન કરે છે. ઉદારતા સાધુ-સજ્જનોનો ગુણ માનવામાં આવે છે. પૌરાણિક સંદર્ભમાં સાગર નામના રાજાની વાત છે જે રામને રસ્‍તો નથી આપતો અને સાગર અને રાઘવ આ બંને વચ્‍ચે સમાધાનનો સેતુ બને છે પરંતુ આ કથામાં મૂળ મર્મ મરી જાય છે. બાપુએ કહ્યું કે જ્‍યારે સંગ્રહ થાય છે ત્‍યારે મંથન, ઘર્ષણ અને વિગ્રહ શરૂ થાય છે.

 

(3:28 pm IST)