મુખ્ય સમાચાર
News of Friday, 24th March 2023

સંવિધાનના નિયમોનો ભંગ કરી સભ્યપદ રદ કરાયું : લોકશાહીના ઇતિહાસનો કાળો દિવસ: કોંગ્રેસના પ્રહાર

અદાણી ગોટાળાથી ધ્યાન હટાવવા રાહુલ ગાંધી પર એક્શન લેવાયા:આ ધમકી, પ્રતિશોધ અને ઉત્પીડનની રાજનીતિ

નવી દિલ્હી :  રાહુલ ગાંધીના સાસંદ પદ રદ થવા મુદ્દે કોંગ્રેસે કહ્યું કે સંવિધાનના નિયમોનો ભંગ કરી સભ્યપદ રદ કરાયું છે.લોકશાહીના ઇતિહાસનો કાળો દિવસ છે. બે વર્ષની સજા પર સ્ટે મેળવવો પ્રાથમિકતા છે અને આ માત્ર કાનૂની મુદ્દો નહિ પરંતુ ગંભીર રાજકીય મુદ્દો છે કેમકે રાહુલને ગાંધીને સત્ય બોલવા બદલ સજા મળી છે. રાહુલ ગાંધી નિર્ભયતાથી નિવેદનો આપે છે અને ખાસ કરી ને ભારત જોડો યાત્રા બદલ રાહુલ ગાંધીને કિંમત ચૂકવવી પડી છે. અદાણી ગોટાળાથી ધ્યાન હટાવવા રાહુલ ગાંધી પર એક્શન લેવાયા છે.આ  ધમકી, પ્રતિશોધ અને ઉત્પીડનની રાજનીતિ છે.

(12:48 am IST)