પુખ્ત વયના લોકોને પોતાના જીવનસાથી પસંદ કરવાનો મૂળભૂત અધિકાર છે : પરિવારનો વિરોધ હોય તો પણ તેઓ લગ્ન કરી શકે છે : નુરી બેગમ નામક યુવતીએ વિધર્મી યુવક સાથે લગ્ન કરતા પરિવારજનોની ધમકી : દંપતીને પોલીસ રક્ષણ આપવા ઉત્તરાખંડ હાઇકોર્ટનો હુકમ
ઉત્તરાખંડ : તાજેતરમાં નુરી બેગમ નામક યુવતીએ વિધર્મી યુવક સાથે લગ્ન કરી લેતા તેના પરિવારજનોએ દંપતીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી . જેના અનુસંધાને તેઓએ પોલીસ ફરિયાદ કરી હતી.પરંતુ પોલીસ તરફથી સકારાત્મક અભિગમ નહીં મળતા તેઓએ હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.
નામદાર કોર્ટે જણાવ્યું હતું કે પુખ્ત વયના લોકોને પોતાના જીવનસાથી પસંદ કરવાનો મૂળભૂત અધિકાર છે . પોતાના પરિવારનો વિરોધ હોય તો પણ તેઓ લગ્ન કરી શકે છે. પુખ્ત વયની વ્યક્તિઓના લગ્ન માટે નાત ,જાત , કે ધર્મ બાધારૂપ નથી. જો તેમના પરિવાર તરફથી તેઓને મારી નાખવાનું જોખમ હોય તો તેઓને પોલીસ રક્ષણ મળવું જોઈએ .કોર્ટે પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટને દંપતીને રક્ષણ આપવાનો આદેશ કર્યો હતો.તેવું બી.એન્ડ. બી. દ્વારા જાણવા મળે છે.