મુખ્ય સમાચાર
News of Friday, 24th September 2021

તર -મંતર કેસ : દિલ્હી હાઈકોર્ટે પ્રીત સિંહને જામીન આપ્યા : મુસ્લિમ વિરોધી સૂત્રોચ્ચાર સબંધિત કેસના આરોપી પ્રીત સિંહની જામીન અરજી મંજૂર


ન્યુદિલ્હી : દિલ્હી હાઈકોર્ટે ગયા મહિને દિલ્હીના જંતર-મંતર પર આયોજિત રેલી બાદ મુસ્લિમ વિરોધી સૂત્રોચ્ચારના સંબંધમાં નોંધાયેલા કેસમાં આરોપી પ્રીત સિંહ દ્વારા દાખલ કરાયેલી જામીન અરજી મંજૂર કરી છે.
આ આદેશ શુક્રવારે જસ્ટિસ મુક્તા ગુપ્તાએ સંભળાવ્યો હતો.

કોર્ટે 15 સપ્ટેમ્બરે એડવોકેટ વિષ્ણુ શંકર જૈન દ્વારા પ્રિત સિંહ અને રાજ્ય માટે એડવોકેટ તરંગ શ્રીવાસ્તવની દલીલો સાંભળ્યા બાદ ચુકાદો અનામત રાખ્યો હતો.

પ્રીત સિંહે દાવો કર્યો હતો કે તેઓ કોઈ પણ વ્યક્તિ અથવા સમુદાય વિરુદ્ધ કોઈ ઉશ્કેરણી જનક  ભાષણ આપવા અથવા કોઈ પણ પ્રકારના સૂત્રોચ્ચાર કરવામાં સામેલ નથી.

સિંઘ માટે હાજર થતાં જૈને એવી દલીલ પણ કરી હતી કે ભારતીય દંડ સંહિતાની કલમ 153A (ધર્મ, જાતિ, જન્મ સ્થળ વગેરેના આધારે જુદા જુદા જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવું) આકર્ષિત થશે નહીં, પછી ભલે સિંહે એક ઇન્ટરવ્યૂમાં "હિંદુ રાષ્ટ્ર."ના સમર્થનનો ઉલ્લેખ કર્યો હોય.

જંતર-મંતર પર રેલીનું આયોજન ભાજપના પૂર્વ પ્રવક્તા અને વકીલ અશ્વિનીકુમાર ઉપાધ્યાય દ્વારા વસાહતી  કાયદાઓના વિરોધમાં કરવામાં આવ્યું હતું. રેલીના સ્થળ પરથી વીડિયો પણ બહાર આવ્યા હતા જેમાં લોકોએ મુસ્લિમોની હત્યા માટે હાકલ કરી હતી.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(12:24 pm IST)