મુખ્ય સમાચાર
News of Sunday, 24th October 2021

સાયરસ પૂનાવાલાએ રસીકરણ માટે પીએમ મોદીના કર્યા વખાણ : કહ્યું- 100 કરોડનો આંકડો તેમના નેતૃત્વમાં સ્પર્શ્યો

પીએમ મોદીએ આરોગ્ય મંત્રાલયનું નેતૃત્વ ન કર્યું હોત તો આજે ભારતને રસીના સો કરોડ ડોઝ પૂરા પાડ્યા ન હોત

નવી દિલ્હી :વડાપ્રધાન મોદી કોરોનાની રસી બનાવતી કંપનીના ઉત્પાદકોને મળ્યા હતા. આ બેઠકમાં, કોરોના રસીની ભાવિ જરૂરિયાતો અને વિશ્વ માટે ભારતની રસીની ભૂમિકાના મુદ્દા પર ચર્ચા કરાઈ હતી, પીએમ મોદીએ સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલા અને અન્ય ઘણી કંપનીઓના ઉત્પાદકો સાથે વાતચીત કરી હતી  આ  બેઠકમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખભાઈ  માંડવિયા અને આરોગ્ય રાજ્ય મંત્રી પ્રવીણ પવાર પણ હાજર હતા. સીરમ સંસ્થાના સાયરસ પૂનાવાલાએ રસી ઉત્પાદકો સાથેની બેઠક બાદ કહ્યું કે તેમના મનમાં કોઈ શંકા નથી કે જો પીએમ મોદીએ આરોગ્ય મંત્રાલયનું નેતૃત્વ ન કર્યું હોત તો આજે ભારતને રસીના સો કરોડ ડોઝ પૂરા પાડ્યા ન હોત.

આ સાથે તેમના પુત્ર અને સીરમ ઈન્સ્ટિટ્યૂટના સીઈઓ અદાર પૂનાવાલાએ કહ્યું, 'ઉદ્યોગે સરકાર સાથે મળીને કામ કર્યું, જેથી અમે 100 કરોડ રસીકરણનો આંકડો હાંસલ કરી શક્યા. મોદીજી સાથે ઉદ્યોગને કેવી રીતે આગળ વધારવો તે અંગે ચર્ચા કરવામાં આવી હતી, જેથી ભવિષ્યમાં રોગચાળો તૈયાર થઈ શકે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, આજની બેઠકમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા, ભારત બાયોટેક, ડો.રેડ્ડીઝ લેબોરેટરીઝ, ઝાયડસ કેડિલા, બાયોલોજીકલ ઇ, ગેનોવા બાયોફાર્મા અને પેનાસીયા બાયોટેકના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

 21 ઓક્ટોબર, ગુરુવારે દેશમાં કોરોના રસીકરણ અભિયાને એક નવો રેકોર્ડ બનાવ્યો હતો. દેશમાં 100 કરોડ રસીકરણ ડોઝ આપવામાં આવ્યા છે. હમણાં પણ, રસીકરણ અભિયાન દેશના દરેક ખૂણે અને ખૂણે ઝડપી ગતિએ ચલાવવામાં આવી રહ્યું છે.

(12:00 am IST)