વેસ્ટ લંડન ખાતે વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષ સ્થાને “વિચાર ગૌષ્ટી” કાર્યક્રમ :સંઘ પરિવાર અને ભારતીય પરિવારના કાર્યકર્તાઓ ઉપસ્થિત
બપોર બાદ લંડનના “નવનાત સેન્ટર હોલ” ખાતે વિજયભાઇ રૂપાણીનું સ્વાગત- સન્માન કાર્યક્રમનું આયોજન
લંડન : આજ રોજ વેસ્ટ લંડન ખાતે સવારે ૧૧.૦૦ કલાકે શ્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષ સ્થાને “વિચાર ગૌષ્ટી” કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમાં વેસ્ટ લંડનના સંઘ પરિવાર ઉપરાંત ભારતીય પરિવારના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેનાર છે.
આ ઉપરાંત બપોર બાદ ૩.૩૦ કલાકે લંડન “ગુજરાત સમાચાર” અને “એશીયન વોઇસ” દ્વારા શ્રી વિજયભાઇ રૂપાણીનું સ્વાગત- સન્માન કાર્યક્રમનું આયોજન લંડનના “નવનાત સેન્ટર હોલ” ખાતે કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં સમગ્ર લંડનમાં વિવિધ સંસ્થાના આગેવાનો હાજર રહીને સન્માન કરશે.
આ સમગ્ર કાર્યક્રમનું ગુજરાત સમાચાર લંડન ખાતેના કન્સલ્ટિંગ એડીટર શ્રીમતી જ્યોત્સનાબેન શાહ, એશિયન વોઇસના પ્રતિનિધિઓ, નવનાત વણિક એસોશિયન યુ.કે.ના પ્રેસિડેન્ટ દિલીપભાઇ મિઠાણી, NCGO-UKના પ્રેસિડેન્ટ વિમલજી ઓડેદરા સંકલન કરી રહ્યા છે.