મુખ્ય સમાચાર
News of Sunday, 24th October 2021

કાશ્મીર પોલીસે ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં ‘ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ’ના એક આતંકવાદી સહયોગી હથિયારો અને અન્ય ગુનાહિત સામગ્રી સાથે ઝડપાયો

મલિક શરકવારા કરીરીના સક્રિય આતંકવાદી હિલાલ અહેમદ શેખના સંપર્કમાં હતો અને તેને ખતરનાક સામાન પહોંચાડીને મદદ કરતો હતો

જમ્મુ - ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટના  આતંકવાદીઓને મદદ કરનારની કાશ્મીર પોલીસે ધરપકડ કરી છે. તેમ મલિક શરકવારા કરીરીના સક્રિય આતંકવાદી હિલાલ અહેમદ શેખના સંપર્કમાં હતો અને તેને ખતરનાક સામાન પહોંચાડીને મદદ કરતો હતો. આ અંગે કેસ નોંધવામાં આવ્યો છે.

મળતી માહિતી અનુસાર કાશ્મીર પોલીસે ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટના એક આતંકવાદી સહયોગીની ધરપકડ કરી છે. તેની પાસેથી હથિયારો અને અન્ય ગુનાહિત સામગ્રી મળી આવી હતી. પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે, પોલીસ, આર્મી અને સીઆરપીએફે કિચામામાં તે વ્યક્તિની ધરપકડ કરી હતી, જેની ઓળખ કિચમાના રહેવાસી ફારૂક અહમદ મલિક તરીકે થઈ છે.

પોલીસ પ્રવક્તાના જણાવ્યા અનુસાર, તેની પાસેથી ચાઈનીઝ  હેન્ડ ગ્રેનેડ, બે પિસ્તોલ મેગેઝીન અને પિસ્તોલના 16 રાઉન્ડ સહિત કાર્યવાહી કરવા યોગ્ય સામગ્રી મળી આવી હતી. મલિક શરકવારા કરીરીના સક્રિય આતંકવાદી હિલાલ અહેમદ શેખના સંપર્કમાં હતો અને તેને ખતરનાક સામાન પહોંચાડીને મદદ કરતો હતો. આ અંગે કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ પણ શરૂ કરવામાં આવી છે.

જમ્મુ અને કાશ્મીરના પુંછ અને રાજૌરી જિલ્લામાં આતંકવાદ વિરોધી અભિયાન આજે 14મા દિવસે પણ ચાલુ છે. અસલમાં ગયા અઠવાડિયે આ જંગલોમાં છુપાયેલા આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા બે અલગ-અલગ હુમલામાં સેનાના 9 જવાન શહીદ થયા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, સેના અને પોલીસનું સંયુક્ત સર્ચ ઓપરેશન પુંછના મેંધર, સુરનકોટ અને રાજૌરીના ગાઢ જંગલોમાં છુપાયેલા આતંકવાદીઓને પકડવા માટે ચાલુ છે, જ્યાં શનિવારે બે શંકાસ્પદ લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.

(11:24 am IST)