મુખ્ય સમાચાર
News of Sunday, 24th October 2021

આર્યન કેસમાં સાક્ષી પ્રભાકર સેલના દાવા બાદ શિવસેના અને એનસીપીએ ફરી એક વખત એનસીબીની કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યા

આર્યન કેસમાં સાક્ષીના ખાલી પેજ પર હસ્તાક્ષર કરાવવા ચોકાવનારૂ છે: સંજય રાઉતે જયારે બીજી તરફ મહારાષ્ટ્રમાં મંત્રી અને એનસીપી નેતા નવાબ મલિકે ટ્વીટ કરી કહ્યુ કે સત્ય જ જીતશે

 

મુંબઇ: મુંબઇ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં સાક્ષી પ્રભાકર સેલના દાવા બાદ શિવસેના અને એનસીપીએ ફરી એક વખત એનસીબીની કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યા છે. શિવસેના સાંસદ સંજય રાઉતે કહ્યુ, આર્યન કેસમાં સાક્ષીના ખાલી પેજ પર હસ્તાક્ષર કરાવવા ચોકાવનારૂ છે. બીજી તરફ મહારાષ્ટ્રમાં મંત્રી અને એનસીપી નેતા નવાબ મલિકે ટ્વીટ કરી કહ્યુ કે સત્ય જ જીતશે.

સંજય રાઉતે ટ્વીટ કર્યુ, આર્યન ખાન કેસમાં સાક્ષીથી એનસીબી દ્વારા ખાલી પેજ પર હસ્તાક્ષર કરાવવા ચોકાવનારૂ છે. રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યુ છે કે ઘણા પૈસાની પણ માંગ કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પહેલા જ કહ્યુ છે કે આ કેસ મહારાષ્ટ્રની છબીને ખરાબ કરવા માટે બનાવવામાં આવ્યા છે. હવે આ સત્ય સાબિત થઇ રહ્યુ છે. આટલુ જ નહી તેમણે ગૃહમંત્રી દિલીપ વાલસેને ટેગ કરતા લખ્યુ કે આ મામલે પોલીસે સંજ્ઞાન લેવુ જોઇએ.

આર્યન ખાનની ધરપકડના દિવસે અજાણ્યા વ્યક્તિની તસવીર તેની સાથે વાયરલ થઇ હતી. આ વ્યક્તિની ઓળખ કિરણ ગોસાવીના રૂપમાં થઇ હતી અને ઓળખ બાદ તે ફરાર થઇ ગયો હતો, તે કિરણ ગોસાવીના બોડીગાર્ડ અને આ કેસમાં પંચ પ્રભાકરે એક મહત્વનો ખુલાસો કર્યો છે.

પ્રભાકર અનુસાર, તેની પાસે પંચનામુ પેપર બતાવી ખાલી કાગળ પર બળજબરી સાઇન કરાવી હતી, તેની ધરપકડ વિશે ખબર નહતી. પ્રભાકરે એક એફિડેવિટ તૈયાર કરી હતી જેમાં તેને દાવો કર્યો કે તે આ ક્રૂઝ રેડ બાદ થયેલા ડ્રામાનો સાક્ષી છે. પ્રભાકરે એવો પણ દાવો કર્યો છે કે તે ક્રૂઝ રેડની રાત્રે ગોસાવી સાથે હતો. પ્રભાકરે એવો પણ દાવો કર્યો છે કે તેને ગોસાવીને સૈમ નામના વ્યક્તિને એનસીબીના કાર્યાલય પાસે મળતા જોયા હતા. પ્રભાકરનું કહેવુ છે કે જ્યારથી ગોસાવી રહસ્યમયી રીતે ગાયબ થઇ ગયો છે તેણે સમીર વાનખેડેથી જીવનો ખતરો છે.

પ્રભાકરના આરોપ પર એનસીબીના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેએ પણ જવાબ આપ્યો છે. સમીર વાનખેડેએ કહ્યુ છે કે આ દુખદ અને ખેદજનક છે, અમે યોગ્ય જવાબ આપીશુ.

(3:11 pm IST)