મુખ્ય સમાચાર
News of Sunday, 24th October 2021

કાશ્મીરમાં જે રીતે પાકિસ્તાનના પીઠબળથી આતંકીઓ હિંસા કરી રહ્યા છે તે જોતા ભારતે આ મેચ નહોતી રમવી જોઈતી: તે દેશહિતમાં નથી: આ રાષ્ટ્રધર્મના વિરોધમાં છે: બાબા રામદેવ

 

નવી દિલ્હી,:  બાબા રામદેવના નિવેદન વચ્ચે જોકે મેચનુ કાઉન્ટડાઉન શરુ થઈ ચુકયુ છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે ટી-20 વર્લ્ડકપનો મુકાબલો થશે.  જોકે કેટલાક લોકોનુ એવુ પહેલેથી જ માનવુ છે કે, કાશ્મીરમાં જે રીતે પાકિસ્તાનના પીઠબળથી આતંકીઓ હિંસા કરી રહ્યા છે તે જોતા ભારતે આ મેચ નહોતી રમવી જોઈતી.આવુ માનનારાઓમાં બાબા રામદેવનો પણ સમાવશ થાય છે.

યોગગુરુ બાબા રામદેવે કહ્યુ છે કે, આ મેચ રાષ્ટ્રધર્મની વિરુધ્ધ છે.નાગપુર એરપોર્ટ પર મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યુ હતુ કે, પાકિસ્તાન ભારતમાં આતંક ફેલાવવાના પ્રયત્નો કરી રહ્યુ છે .આતંકવાદ અને રમત એક સાથે શક્ય નથી.રવિવારે જે મેચ રમાવાની છે તે દેશહિતમાં નથી.આ રાષ્ટ્રધર્મના વિરોધમાં છે.

બાબા રામદેવના નિવેદન વચ્ચે જોકે મેચનુ કાઉન્ટડાઉન શરુ થઈ ચુકયુ છે.ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી-20 વર્લ્ડકપનો આ છઠ્ઠો મુકાબલો હશે.ટી-20 વર્લ્ડકપમાં અત્યાર સુધી પાકિસ્તાન ભારત સામે એક પણ મેચ જીતી શક્યુ નથી.

 

(3:46 pm IST)