મુખ્ય સમાચાર
News of Sunday, 24th October 2021

અમેરિકાએ ચીનના CPEC ને નાશ કરવા માટેભારત સાથે હાથ મિલાવ્યા: પાકિસ્તાનનો દાવો

સીપીઈસી બાબતો પર પ્રધાનમંત્રીના વિશેષ સહાયકે અમેરિકા પર આ પ્રોજેક્ટ વિરુદ્ધ ભારત સાથે કામ કરવાનો આરોપ લગાવ્યો

નવી દિલ્હી: પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનના સલાહકારે દાવો કર્યો છે કે અમેરિકા ચીન અને પાકિસ્તાન વચ્ચેના આર્થિક કોરિડોરનો નાશ કરવા માંગે છે. આમાં તે ભારતની મદદ પણ લઈ રહ્યો છે.

ચાઇના-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર (CPEC) ઓથોરિટીના વડા ખાલિદ મન્સૂરે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેનને મલ્ટિ-બિલિયન ડોલરના પ્રોજેક્ટ સામે કાવતરાના આરોપમાં નિશાન બનાવ્યા છે. ઈન્સ્ટિટ્યુટ ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન ખાતે સીપીઈસી સમિટને સંબોધતા, સીપીઈસી બાબતો પર પ્રધાનમંત્રીના વિશેષ સહાયકે અમેરિકા પર આ પ્રોજેક્ટ વિરુદ્ધ ભારત સાથે કામ કરવાનો આરોપ લગાવ્યો હતો.

CPEC પાકિસ્તાન અને ચીનનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ છે. આ અંતર્ગત ચીનથી પાકિસ્તાન સુધી ઘણા મહત્વના પ્રોજેક્ટનું નિર્માણ થઈ રહ્યું છે. મન્સૂરે કહ્યું કે ઉભરતી ભૂ-વ્યૂહાત્મક પરિસ્થિતિના દૃષ્ટિકોણથી, તે સ્પષ્ટ છે કે ભારત સમર્થિત અમેરિકા CPEC નો વિરોધ કરે છે. તે તેને સફળ થવા દેવા માંગતો નથી. આપણે આ માટે તૈયારી કરવી પડશે. સીપીઈસીના નિર્માણમાં ચીન મોટું રોકાણ કરી રહ્યું છે. CPEC ની કુલ કિંમત 46 અબજ ડોલર (લગભગ 31 લાખ કરોડ રૂપિયા) છે. CPEC ની સાથે પાકિસ્તાનના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ મોટું રોકાણ થઈ રહ્યું છે

(4:42 pm IST)