મુખ્ય સમાચાર
News of Sunday, 24th October 2021

સોનુ સુદે પહેરી સવા ચાર કિલોની પાઘડી : રિયલ હીરોના સન્માન માટે અમદાવાદના યુવાને તૈયાર કરી

પાઘડીમાં સોનુ સુદના કટઆઉટની સાથે સાથે દર્દીઓ દર્દીઓનું દર્દ, ઓક્સિજનની બોટલ, ડોકટર્સ, તમામ વસ્તુ પાઘડીમાં દર્શાવી

અમદાવાદ : કોરોના મહામારીમાં પોતાના વતન જઈ રહેલા પરપ્રાંતના લોકોની વ્હારે આવેલા રિલ લાઈફના હીરો એવા સોનુ સુદ રાતો રાત લોકોના રિયલ હીરો બની ગયા હતા. એ રિયલ હીરોના સન્માન માટે અમદાવાદના યુવાને અને ગરબા રસિકોએ સવા ચાર કિલોની ટ્રેડીશનલ પાઘડી તૈયાર કરી હતી. એ પાઘડી સાથે આ યુવાને અભિનેતા સોનુ સુદનીએ મુલાકાત કરી. પાઘડી જોઈને ખુશખુશાલ થઈ ગયેલા સોનુએ એ ન માત્ર પાઘડી પહેરી. એ પાઘડી પહેરીને આ યુવાન સાથે સેલ્ફી પણ પડાવી.

ખુશખુશાલ સોનુએ આ પાઘડી જોઈને પોતાના ફીલિંગ્સ પણ વ્યક્ત કરી છે તે જાણવી પણ જરૂરી છે. કોરોનાની પહેલી લહેરમાં લોકડાઉનમાં વાહનવ્યવહાર બંધ થઇ ગયો હતો. અને હજારો લોકો પગપાળા જ પોતાના પરિવાર સાથે વતન જવા નીકળી પડ્યા હતા. પરિવારના બાળકો સાથે આર્થિક નિઃસહાય લોકો સામે મદદનો હાથ લંબાવીને અભિનેતા સોનુ સૂદ ખરા અર્થમાં હીરો બની ગયા હતા.

આ રિયલ હીરોની આ કામગીરીને બિરદાવવા અમદાવાદના યુવાન અનુજ મુદલિયારએ નવરાત્રિ સમયે સવા ચાર કિલોની પાઘડી બનાવી હતી. આ પાઘડીમાં સોનુ સુદના કટઆઉટની સાથે સાથે દર્દીઓ દર્દીઓનું દર્દ, ઓક્સિજનની બોટલ, ડોકટર્સ, તમામ વસ્તુ પાઘડીમાં દર્શાવી હતી. અને આ પાઘડી નવરાત્રીમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. હાલમાં જ નવરાત્રિ પૂર્ણ થતાં અનુજ મુદલિયારએ અભિનેતા સોનુ સુદ સાથે મુલાકાત કરી હતી

સોનુ સુદને આ સવા ચાર કિલોની પાઘડી બતાવતા તે ખુશ ખુશાલ થઈ ગયા હતા. અનુજની મુલાકાત દરમિયાન અભિનેતા સોનુ સુદએ જણાવ્યું કે હું અનુજને મળ્યો. ખૂબ મહેનત કરીને તેમણે આ પાઘડી બનાવી છે. જો નવરાત્રિમાં તેઓ મને મળ્યા હોત તો હું તેઓ સાથે ગરબા પણ રમ્યો હોત. તેઓએ પાઘડીનું કામ ખુબ બારીકાઈથી કર્યું છે. જો કોઈ ફેશન શોમાં તેઓ ગયા હોત તો તેઓને ફસ્ટ પ્રાઈઝ મળ્યું હોત

(9:26 pm IST)