મુખ્ય સમાચાર
News of Sunday, 24th October 2021

ભારત-પાક સીમાની છેલ્લી પોસ્ટ મકવાલ પર પહોંચ્યાં ગૃહમંત્રી અમિતભાઇ શાહ : બીએસએફના જવાનોને મળ્યાં

ગૃહમંત્રીએ કહ્યું - મકવાલના લોકોને મળીને કહ્યું સંસાધનો પર તમારો પૂરો હક : મોદીજીની આગેવાનીમાં અમે બોર્ડર સુધી દરેક સુવિધા તથા વિકાસ પહોંચાડવા કટિબદ્ધ છીએ

નવી દિલ્હી ;  કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે સરહદે ભારતની છેલ્લી પોસ્ટ પર પહોંચ્યા હતા  મકવાલ સીમાની મુલાકાત દરમિયાન અમિતભાઈ શાહ બીએસએફના જવાનોને મળ્યા હતા અને તેમની સાથે વાતચીત કરી હતી. તેમની સાથે ઉપરાજ્યપાલ મનોજ સિંહા પણ હાજર રહ્યાં હતા

અમિતભાઈ  શાહે મકવાલના લોકોના હાલચાલ જાણ્યા હતા. અમિત શાહે તેમને કહ્યું કે દેશના સંસાધનો પર જેટલો હક રાજધાનીમાં રહેનાર લોકોને છે તેટલો જ હક સરહદી ગામમાં રહેનાર લોકોને છે. મોદીજીની આગેવાનીમાં અમે બોર્ડર સુધી દરેક સુવિધા તથા વિકાસ પહોંચાડવા કટિબદ્ધ છીએ.

ગૃહમંત્રી અમિતભાઈ  શાહ જમ્મુ-કાશ્મીરની મુલાકાતે છે. અમિત શાહની ત્રણ દિવસની યાત્રા પર જમ્મુ-કાશ્મીર ની મુલાકાતનો આજે બીજો દિવસ છે. અમિત શાહે આજે જમ્મુમાં અનેક યોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો. દરમિયાન અમિતભાઈ  શાહે કહ્યું કે, "કલમ 370 પાછી ખેંચી લેવામાં આવ્યા બાદ હું પહેલી વાર જમ્મુ-કાશ્મીર આવ્યો છું. આજે હું તમને કહેવા આવ્યો છું કે જમ્મુ-કાશ્મીરના લોકોને અન્યાયનો સમય પૂરો થઈ ગયો છે. હવે કોઈ તમારી સાથે અન્યાય કરી શકશે નહીં. હવે જમ્મુ-કાશ્મીરનો વિકાસ થશે અને આ ક્ષેત્ર દેશની પ્રગતિમાં ફાળો આપશે.

(11:01 pm IST)