મુખ્ય સમાચાર
News of Tuesday, 24th November 2020

લવ જેહાદ વિરુદ્ધ કાયદો બનાવવા મામલે રાજકીય ગરમાવો :ઔવેસી અને ગિરિરાજસિંહ આમને સામને

ઓવૈસીએ તેને બંધારણની ભાવનાની વિરુદ્ધ ગણાવ્યો: ગિરિરાજ સિંહે પલટવાર કરતા કહ્યું -- સામાજિક સમરસતા માટે લવ જેહાદ કાયદા જરૂરી

નવી દિલ્હી : દેશમાં હાલ લવ જેહાદ વિરુદ્ધ કાયદો બનાવવા પર રાજકીય માહોલ ગરમ છે. એક તરફ તમામ રાજ્ય સરકારો કાયદો બનાવવાની તૈયારી કરી રહી છે  ત્યારે ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) ચીફ અસદુદ્દીન ઓવૈસીએ તેને બંધારણની ભાવનાની વિરુદ્ધ ગણાવ્યો છે.

 ઓવૌસીના નિવેદન પર કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે પલટવાર કર્યો છે. કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યુ કે, ઓવૈસી જેવા લોકોના વિચાર ભારતને ખંડિત કરવાના છે. તેમણે સામાજિક સમરસતા માટે લવ જેહાદ કાયદાને જરૂરી ગણાવ્યો છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, કેટલાક લોકો ઇરાદાપૂર્વક દેશમાં સામાજિક સમરસતાને તોડવાનો પ્રયાસ કરી રહ્યાં છે. આવી ઘટનાઓ દરરોજ દરેક જગ્યાએ થઈ રહી છે.

(12:00 am IST)