મુખ્ય સમાચાર
News of Tuesday, 24th November 2020

હિમાચલપ્રદેશ સરકારનો મોટો :ચાર જીલ્લા શિમલા, કુલ્લુ, મંડી અને કાંગડામાં રાત્રી કર્ફ્યુ

તમામ ઓફિસોમાં વર્ગ-3 થી વર્ગ-4 નાં કર્મચારીઓની સંખ્યા 50 ટકા કરાઈ : માસ્ક નહીં પહેરનારા લોકો પર એક હજાર રૂપિયાનો દંડ લાગશે : તમામ બસો 50 ટકા ઓક્યુપન્સી પર જ દોડશે

હિમાચલ પ્રદેશની કેબિનેટે મહત્વનો નિર્ણય લેતા ચાર જીલ્લા શિમલા, કુલ્લુ, મંડી અને કાંગડામાં રાત્રે 8 થી સવારનાં 6 સુધી નાઇટ કર્ફ્યુ લગાવવાની ઘોષણા કરી છે, આ રાત્રિ કર્ફ્યું 24 નવેમ્બર મંગળવારથી લાગશે.

તે ઉપરાંત સરકારે 31 ડિસેમ્બર સુધી તમામ શિક્ષણ સંસ્થાઓ પણ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. આ હુકમ શાળા- કોલેજો, આઇટીઆઇ, કોચિંગ સંસ્થાઓ પર પણ લાગું રહેશે. જો કે આ નિર્ણય હિમાચલ પ્રદેશ યુનિવર્સિટી પર અમલી બનશે નહીં.

સોમવારે મુખ્ય પ્રધાન જયરામ ઠાકુરની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં 31 ડિસેમ્બર સુધી બંધ કરાયેલા શિક્ષણ સંસ્થાઓમાં ઓનલાઇન અભ્યાસ 26 નવેમ્બરથી શરૂ થવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તે ઉપરાંત રાજ્ય સરકારે વર્ષ 2021થી શાળાઓમાં શિયાળું વેકેસન 12 ફેબ્રુઆરી સુધી આપવાનો પણ નિર્ણય કર્યો છે.

કોવિડ રોગચાળાનાં કારણે તમામ ઓફિસોમાં વર્ગ-3 થી વર્ગ-4 નાં કર્મચારીઓની સંખ્યા 50 ટકા કરવામાં આવી છે, તથા માસ્ક નહીં પહેરનારા લોકો પર એક હજાર રૂપિયાનો દંડ લાગશે, 15 ડિસેમ્બર સુધી રાજ્યની તમામ બસો 50 ટકા ઓક્યુપન્સી પર જ દોડશે.

કોરોનાનાં વધતા કેસનાં પગલે હિમાચલ પ્રદેશ સરકારને વિધાનસભાનાં શિયાળુ સત્રને ટાળવાની સ્થિતી સર્જાઇ છે, તે માટે રાજ્ય સરકારે સર્વપક્ષીય પાર્ટીની બેઠક બોલાવી, જો આ સત્ર ટાળવામાં આવે છે તો તેને માર્ચ સુધી આયોજીત કરવામાં આવી શકે છે, તપોવન ધર્મશાળામાં આ સત્ર 7 ડિસેમ્બરથી 5 દિવસ માટે યોજાવાનું હતું. હવે તે માર્ચમાં યોજાશે

(12:08 am IST)