મુખ્ય સમાચાર
News of Tuesday, 24th November 2020

વાવાઝોડુ 'નિવાર' કાલે મમલાપુરમ અને કરાઈકલ વચ્ચેના વિસ્તારમાં ત્રાટકશેઃ તામિલનાડુ- પોન્ડીચેરી દરિયાકિનારે હાઈએલર્ટ

રાજકોટઃ વેધરની એક ખાનગી સંસ્થાએ જણાવ્યું છે કે, અરબસાગરમાં ઉદ્દભવેલ 'ગતિ' નામનું વાવાઝોડુ નબળુ પડીને સોમાલિયા લાગુ ગલ્ફ ઓફ એડનમાં ડીપડીપ્રેશનમાં ફેરવાયું છે. આવતીકાલ સુધીમાં ઉતરોઉતર નબળું પડી લો પ્રેસરમાં ફેરવાશે. જયારે બંગાળની ખાડીનું ડીપ્રેશન હાલ મજબૂત બનીને ડીપડીપ્રેશનમાં ફેરવાયું છે. આવતીકાલ ૨૫મીના સાંજ સુધી ઉતરોઉતર મજબૂત બનીને સિવિયર સાઈકલોનીક સ્ટ્રોમ સ્વરૂપે પોન્ડીચેરી, કરાઈકલ અને મમલાપુરમ વિસ્તાર આસપાસ ટકરાશે. પવનની ઝડપ ૧૦૦ થી ૧૨૦ કિ.મી. જેટલી રહી શકે છે.

જયારે સૌરાષ્ટ્ર- કચ્છ- ગુજરાતમાં ઠંડી નોર્મલથી બે થી પાંચ ડીગ્રી નીચુ તાપમાન જોવા મળે છે. તા.૨૬, ૨૭ નવેમ્બરના ઠંડીમાં ઘટાડો થશે. છતાં નોર્મલ આસપાસ રહેશે. એકાદ દિવસ છુટાછવાયા વાદળો જોવા મળી શકે છે.(૩૦.૨)

કાલે 'નિવાર' તામિલનાડુ અને પોન્ડીચેરી વચ્ચેથી પસાર થશેઃ ૧૦૦ થી ૧ર૦ કિ.મી.ના તોફાની ઝડપે પવન ફુંકાશે

રાજકોટ : આવતીકાલે બુધવારે વાવાઝોડુ 'નીવાર' ૧૦૦ થી ૧ર૦ કિલો મીટર ઝડપે તામિલનાડુ અને પોંડીચેરી વચ્ચેથી પસાર થઇ જશે બંગાળ ઉપર સર્જાયેલું ડીપ્રેશન આવતા ચોવીસ કલાકમાં વાવાઝોડામાં ફેરવાઇ જશે અને તામિલનાડુ અને પોંડિચેરીના દરિયાકાંઠા વચ્ચે કરાઇકલ તથા મમલ્લાપુરમ વચ્ચેથી રપ નવેમ્બરે બપોરે ૧૦૦ થી ૧ર૦ કિલો મીટરની ઝડપે પસાર જશે તેમ હવામાન ખાતાએ જણાવ્યું છે.

(11:50 am IST)