મુખ્ય સમાચાર
News of Tuesday, 24th November 2020

પાટનગરમાં મહામારી વકરી

દિલ્હીમાં દર કલાકે પાંચ લોકોના કોરોનાથી મોત

નવી દિલ્હી,તા. ૨૪: દિલ્હીમાં કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યા છે જેના માટે દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકારે દોષનો ટોપલો પરાળી સળગાવવા પર ઢોળ્યો હતો.

દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને દાવો કર્યો હતો કે છેલ્લા કેટલાક સમયથી પરાળી સળગાવવાનું પ્રમાણ વધી જતા કોરોનાના કેસો વધ્યા છે કેમ કે હવા દુષીત રહે છે. જયારે સાથે એવો પણ દાવો કર્યો હતો કે આગામી બેથી ત્રણ સપ્તાહમાં સમગ્ર પરિસિૃથતિમાં બદલાવ આવી જશે અને પહેલા જેમ કેસોમાં ઘટાડો પણ થશે.

દિલ્હીમાં હાલ કોરોના બેકાબુ જેવી સ્થિતિમાં છે અને એક કલાકમાં પાંચ લોકોના મોત નોંધાઇ રહ્યા છે જેને પગલે પ્રશાસન દોડતુ થઇ ગયું છે. રાજસ્થાનના સ્વાસ્થ્ય મંત્રી રઘુ શર્માનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને સારવાર અપાઇ રહી છે. આ જાણકારી રઘુ શર્માએ ટ્વીટર દ્વારા આપી હતી સાથે કહ્યું હતું કે મારા સંપર્કમાં આવેલા લોકો કોરોના ટેસ્ટ ફરજિયાત કરાવી લે.

(10:07 am IST)