મુખ્ય સમાચાર
News of Tuesday, 24th November 2020

પુત્રીના લગ્નની કંકોત્રી ઉપર સૂસાઈડ નોટ લખીને પિતાએ કરી આત્મહત્યાઃ લગ્નના એક દિવસ પહેલા દુલ્હાએ માગ્યા રૂ.૩૦ લાખ

યુવકને આપવા માટે ૧૩-૧૫ લાખ રૂપિયા આપવાની પણ વ્યવસ્થા કરી હતી પરંતુ ૩૦ લાખ રૂપિયા સંભવ ન થયા

રોહતક,તા. ૨૪: સમાજમાં હજી પણ દેહજનું દૂષણ દેખાઈ રહ્યું છે. લગ્નના એક દિવસ હેલા જ હરિયાણામાં રેવાડીમાં પુત્રીના પિતાએ ૩૦ લાખ રૂપિયા દહેજની માંગણી બાદ લગ્નના કાર્ડ ઉપર સૂસાઈડ નોટ લખીને પુત્રીના પિતાએ મોતને વ્હાલું કર્યું હતું. આ ઘટના રેવાડીના એક ટ્રાન્સપોર્ટ વ્યવસાયી કૈલાશ તંવરની પુત્રીના સંબંધ ગુરુગ્રામમાં રહેનારા સુનિલ કુમારના પુત્ર રવિ સાથે નક્કી કર્યા હતા. પુત્રીના લગ્નથી ખુશ પિતા સમારોહને શાનદાર બનાવવા લાગ્યા હતા. લગ્નની પણ બધી તૈયારીઓ થઈ ગઈ હતી.

લગ્નના એક દિવસ પહેલા જ દુલ્હાએ પુત્રીના પિતા પાસે ૩૦ લાખ રૂપિયા આપવા માટે કહ્યું હતું. જો તેઓ પૈસા નહીં આપે તો તે જાન લઈને તેના ઘરે નહીં આવે. કૈલાશ તંવર આનાથી ખૂબ જ દુઃખી હતા અને નિરાશ થયા હતા. તેમણે યુવકને આપવા માટે ૧૩-૧૫ લાખ રૂપિયા આપવાની પણ વ્યવસ્થા કરી હતી પરંતુ ૩૦ લાખ રૂપિયા સંભવ ન થયા.

દુલ્હા પક્ષ આ સમજવા માટે યુવતીના પિતાએ પોતાના બનેવી સાથે તેના ગામ પહોંચ્યા હતા. તેમને પોતાનો હાલત વ્યકત કરી પરંતુ તેઓ માન્યા ન હતા. કૈલાશ તંવર ૧૯ નવેમ્બરે બૂઢી બાવલા ગામમાં પોતાના બનેવીની ઓફિસમાં ઊંદ્યતા હતા. પરંતુ યવક રાજી થયા ન હતા.

સવારે જયારે કૈલાશ ચંદ તેના સાળા માટે ચા લઈને ઓફિસ પહોંચ્યા તો તેઓ ફાંસી લગાવેલી હાલતમાં મળ્યા હતા. કૈલાશ ચંદે આત્મહત્યા કરતા પહેલા પુત્રીના લગ્નના કાર્ડ ઉપર એક સૂસાઈડ નોટ લખી હતી. સૂસાઈડ નોટ ઉપર લખ્યું હતું કે સરકાર આવા દહેજ લોભી પરિવાર વિરુદ્ઘ કાર્યવાહી કરે.

મરતા પહેલા સૂસાઈડ નોટમાં કૈલાશ ચંદે આ માટે ચાર લોકોને આરોપી ગણાવ્યા હતા. તેમણે લગ્નના કાર્ડ ઉપર પોતાની આત્મહત્યા માટે લખ્યું હતું કે, મે લગ્નની બધી તૈયારીઓ પુરી કરી લીધી હતી. તેમની હેસિયતના આધાર ઉપર તેઓ ૧૩-૧૫ લાખ રૂપિયા આપવા પણ તૈયાર થયા હતા પરંતુ યુવકના સાસરી, પૂર્વ સરપંચ માનચંદ, વિનય પાલ અને યુવતીના સંબંધી મંજૂ દેવી તેમને વધારે પૈસા માટે પરેશાન કરી રહ્યા હતા.

તેમણે વધુમાં લખ્યું હતું કે, ૩૦ લાખ રૂપિયા નહીં આપી શકયા તો સમાજમાં તેમનું સમ્માન બચાવવા માટે તેમની પાસે ગયા હતા. પરંતુ તેઓ સહમત થયા નહીં અને સંબંધ રાખવાથી ઈન્કાર કરી દીધો હતો. હવે હું સમાજમાં નહીં રહી શકું અને મારા મોત માટે જવાબદાર છે.

(10:11 am IST)