મુખ્ય સમાચાર
News of Tuesday, 24th November 2020

પત્નીને ફોન પર ટ્રિપલ તલાક આપ્યા :પતિ સામે ગુનો

પુણે,તા. ૨૪:  ફોન પર ટ્રિપલ તલાક આપવા બદલ અહમદનગરની મહિલાએ મુંબઈમાં રહેતા તેના ૩૨ વર્ષના પતિ વિરુદ્ઘ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ૩૧ વર્ષની મહિલા નોકરી અર્થે દુબઇ ગઇ હતી અને હાલ તે અહમદનગરમાં રહે છે.

મહિલાને ૨૦ નવેમ્બરે તેના પતિએ ફોન કરીને કહ્યું હતું કે હું તારી સાથે કોઇ સંબંધ રાખવા માગતો નથી અને તારી સાથે રહેવા પણ માગતો નથી. બાદમાં તેણે પત્નીને ફોન પર તલાક આપ્યા હતા, એમ પોલીસે કહ્યું હતું.

મહિલાએે શનિવારે ભિંગર કેમ્પ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે પોલીસે પતિ વિરુદ્ઘ ગુનો દાખલ કર્યો હતો.

ફરિયાદી મહિલાએ બ્યૂટી પાર્લર સંબંધી કોર્સ કર્યો હતો અને તે મુંબઈમાં કામ કરતી હતી. જોકે તે બાદમાં દુબઇ ગઇ હતી અને તાજેતરમાં તે અહમદનગર આવી હતી, જયાં તેનો ફ્લેટ છે. દંપતીને ત્રણ વર્ષની બાળકી છે, એમ પોલીસે જણાવ્યું હતું.

(10:11 am IST)