મુખ્ય સમાચાર
News of Tuesday, 24th November 2020

પ્રાચીન સમયથી હિંદુઓ ગાયને માતા ગણે છે : ગૌમાંસની વાનગી બનાવતો વિડિઓ વાઇરલ કરવો તે બાબત કરોડો હિન્દુઓની લાગણી દુભાવવા સમાન છે : સોશિઅલ એક્ટિવિસ્ટ રેહાના ફાતિમાની કેરળ હાઇકોર્ટે ઝાટકણી કાઢી : આ અગાઉ રેહાનાએ સબરીમાલા મંદિરમાં બિરાજતા લોર્ડ અયપ્પા વિષે અપમાનજનક ટિપ્પણી કરી હતી જેના અનુસંધાને શરતી જામીન અપાયા હતા : રેહાનાની આ જામીન મુક્તિ પાછી ખેંચવા કેરળ હાઇકોર્ટમાં કરાયેલી પિટિશનને ધ્યાને લઇ નામદાર કોર્ટે સોમવારથી શનિવાર દરમિયાન દરરોજ સવારે પોલીસ સ્ટેશનમાં હાજરી પૂરાવવાનો આદેશ આપ્યો

કેરળ : સોશિઅલ એક્ટિવિસ્ટ રેહાના ફાતિમા હાલમાં શરતી જામીન ઉપર મુક્ત છે. તેણે સબરીમાલા મંદિરમાં બિરાજતા લોર્ડ અયપ્પા વિષે અપમાનજનક ટિપ્પણી કરી હતી જેના અનુસંધાને  2018 ની સાલમાં તેના શરતી જમીન મંજુર કરાયા હતા.જે મુજબ તે હવે પછી ક્યારેય કોઈપણ કોમની લાગણી દુભાય  તેવી કોમેન્ટ કરશે નહીં.

પરંતુ અભી બોલા અભી ફોક કહેવત મુજબ રેહાનાએ ઉપરોક્ત શરતનો ભંગ કરતો વિડિઓ વાઇરલ કર્યો હતો.જેમાં તેણે ગૌમાંસની વાનગી  અંગેની રેસિપી દર્શાવતો વિડિઓ વાઇરલ કર્યો હતો.આથી તેણે જામીનની શરતનું ઉલ્લંઘન કર્યું હોવાથી તેના જામીન રદ કરવા જોઈએ તેવી પિટિશન કેરળ હાઇકોર્ટમાં દાખલ કરાઈ હતી.

આ પિટિશન આધારે નામદાર કોર્ટે રેહાનાની કડક શબ્દોમાં ઝાટકણી કાઢતા જણાવ્યું હતું કે પ્રાચીન સમયથી હિંદુઓ ગાયને માતા ગણે છે : ગૌમાંસની વાનગી બનાવતો વિડિઓ વાઇરલ કરવો તે બાબત કરોડો હિન્દુઓની લાગણી દુભાવવા સમાન છે. આથી આ વિડિઓ તાત્કાલિક પાછો ખેંચી લેવાનો હુકમ કર્યો હતો.

સાથોસાથ તેની જામીન અરજી રદ કરવાને બદલે રહેમ દર્શાવતી સૂચના આપી હતી કે તેણે સોમવારથી શનિવાર દરમિયાન દરરોજ સવારે 9 થી 10 વાગ્યા વચ્ચે પોલીસ સ્ટેશનમાં હાજરી પુરાવવી.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(12:00 pm IST)