મુખ્ય સમાચાર
News of Tuesday, 24th November 2020

સ્પીડ પકડતો કોરોના : રાજકોટમાં સતત ત્રીજા દિ'એ ૩૫ કેસ

શહેરના ગાંધીનગર, અક્ષરનગર, સત્યસાંઇ રોડ, લેક્ષસ એવન્યુ, વાંકાનેર સોસાયટી, ગુજરાત હાઉસીંગ બોર્ડ દૂધની ડેરી, મહાવીર સોસાયટી કાલાવડ રોડ, ભકિતનગર, નાનામૌવા રોડ, સિલ્વર હાઇટ, કોઠારિયા રોડ મેહુલનગર સહિતના વિસ્તારોમાં કુલ ૭૪ કન્ટેન્ટમેન્ટ ઝોન કાર્યરત : ૩૦ હજાર મકાનોનો સર્વે : ૧૩ને શરદી - તાવના લક્ષણો : શહેરના કુલ કેસ ૧૦,૩૨૯ સામે ૯૪૨૦ સાજા થયા : રિકવરી રેટ ૯૧.૫૦ ટકા અને પોઝિટિવ રેટ ૨.૪૮ ટકા

રાજકોટ તા. ૨૪ : શહેરમાં દિવાળીના તહેવારો બાદ ફરી કોરોના સંક્રમણ વધવા લાગ્યું છે. તંત્રએ કાબુ મેળવવા રાત્રી કર્ફયુ, ચા-પાનની દુકાનોને સીલ કરવા સહિતના કડક પગલા લેવાનું શરૂ કર્યું છે. આમ છતાં કોરોનાના કેસ વધી રહ્યા છે. આજે સતત ત્રીજા દિવસે બપોરે ૧૨ સુધીમાં ૩૫ નવા કેસ નોંધાતા કુલ ૧૦૩૨૯ કેસ થયા છે.

મ.ન.પા.ના આરોગ્ય તંત્રએ જાહેર કર્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં નવા ૩૫ પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે ગઇકાલે ૯૫ કેસ હતા. આજે બપોરે વધુ ૩૫ કેસ નોંધાતા શહેરમાં આજ સુધીમાં કુલ ૧૦૩૨૯ કેસ થયા છે. તેની સામે ૯૪૨૦ લોકો સાજા થતાં રિકવરી રીટ ૯૧.૫૦ ટકા થયા છે અને પોઝિટિવ રેટ ૨.૪૮ ટકા છે.

આજની સ્થિતિએ શહેરમાં ૭૫ માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન છે. જેમાં લેક્ષસ એવન્યુ, સીટી એપાર્ટમેન્ટ, વાંકાનેર સોસાયટી, શિવાજી પાર્ક, એરપોર્ટ રોડ, મયુર પાર્ક, ભકિતનગર, સિલ્વર હાઇટ, મેહુલનગર, કોઠારીયા રોડ વગેરેનો સમાવેશ છે.

(2:37 pm IST)