મુખ્ય સમાચાર
News of Tuesday, 24th November 2020

કોર્પોરેટ ગૃહોને બેન્કો ખોલવાની મંજૂરીથી ખાનાખરાબી સર્જાશે : રાજન

રાજન અને વિરલ આચાર્યએ કહ્યું રિઝર્વ બેન્ક પેનલનો આ પ્રસ્તાવ બોમ્બ શેલ સમાન, અભેરાઇએ ચઢાવી દેવાની જરૂર : બેન્ક પોતાના માલિક કોર્પોરેટ ગૃહોને આડેધડ લોન આપશે

કોપોર્રેટર ગૃહોને બેન્ક શરૂ કરવાની મંજૂરી આપવાનો પ્રસ્તાવ આંચજનાક છે અને હાલના તબક્કે બેન્કિંગ  સેકટરમાં બિઝનેશ ગૃહોની અત્યાર સુધી યોગ્ય પુરવાર થયેલી મર્યાદાને વળગી રહેવુ જોઇએ એવો મત RBIના ભૂતપૂર્વ ગર્વનર રઘુરામ રાજન અને ભૂતપૂર્વ ડેપ્યૂટી ગર્વનર વિરલ આર્ચાયએ સયુંકત આર્ટીકલમાં વ્યકત કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, 'પ્રસ્તાવને અભરાઇએ ચડાવી દેવો જોઇએ' આર્ટિકલમાં જણાવ્યા અનુસાર બેન્કની માલીકી લોન લેનારની હોય તે એ ધિરાણ સરૂ કેવીસ રીે પુરવાર થઇ શકે? તમામ માહિતી ધરાવનાર સ્વતંત્ર પ્રતિબધ્ધ નિયમનકર્તા માટે પણ ફાઇનાન્શિયલ સિસ્ટમમાં નબળી ગુણવત્તવાળા ધિરાણને અટકાવવાનું મુશ્કેલ બનતું હોય છે. ગાય સપ્તાહે RBI દ્વારા રચાયેલ ઇન્ટરનલ વર્કિંગ ગ્રુપ IMWએ વિવિધ ભલામણો કરી હતી. જેમાં મોટા કોર્પોરેટગૃહને બેન્કિંગ લાઇસન્સ  આપવાનો પ્રસ્તાવ પણ ાસેમલ હતો. IMWની રચાના ભારતની ખાનગી બેન્કોના કોર્પોરેટ માળખા અને માલિકીપણાની માર્ગરેખાની સમીક્ષા માટે કરવામાં આવસ હતી. ભારતના કોર્પોરેટ ગૃહને બેંક શરૂ કરવાની મંજૂરી આપવાના પ્રસ્તાવને ટાંકીને આર્ટીકલમાં જણાવાયું હતું કે આ બહુ મહત્વની ભલામણ છે. જે આંચકાજનક પૂરવાર થઇ શકે છે તેમા ભારતના કોર્પોરેટ ગૃહને બેંક શરૂ કરવાની મંજૂરી આપવાની દરખાસ્ત કરાઇ છે. પ્રસ્તાવમાં ઘણી શરતે છે, પણ તે એક મહત્વનો પ્રશ્ન ઊભો કરે છે અત્યારે જ કેમ?

રાજ્યની લિંકડઇન પ્રોફાઇલ પર સોમવારે પોસ્ટ કરાયેલ આર્ટિકલમાં જણાવ્યા અનુસાર IMWએ બેન્કિંગ રેગ્યેલેશન એકટ, ૧૯૪૯માં નોંધપાત્ર એમન્ડમેન્ટસનું સૂચન કર્યુ છે. જેનો હેતુ કોર્પોરેટ ગૃહોને બેન્કિંગ સેકટરમાં પ્રવેશ આપતા પહેલા RBIની સત્તા વધારવાનો છે. યોગ્ય નિયમ બને સુપરવિઝન માત્ર કાયદાની વાત હોત તો ભારતમાં NPAની સમસ્યા ન થઇ હોત. રાજન અને આચાર્યએ જણાવ્યું હતું કે વિશ્વના ઘણા દેશોની જેમ ભારતમાં પણ બેન્કોને ભાગ્યે જ નિષ્ફળ જવા દેવાય છે. યસ બેન્ક અને લક્ષ્મી વિલાસ બેન્ક તેના તાજેતરના ઉદાહરણ છે. આજ કારણથી શિડ્યુલ બેન્કના થાપણાદરોને ભરોસો હોય છે કે તેમના નાણાં સુરક્ષિત છે. તેને લીધે બેન્કો માટે મોટું ભંડોળ એકત્ર કરવાનું સરળ બને છે. બંને ભૂતપૂર્વ ગર્વનરે જણાવ્યું હતું કે બેન્કિંગ સેકટરમાં ઓદ્યોગિક ગૃહોને પ્રવેશ નહીં આપવાનું કારણ એ છે કે ઓદ્યોગિક ગૃહોને ફાઇનાન્સિંગની જરૂર હોય છે અને ઇન હાઉસ બેન્ક હોય તો તેમને કોઇ પણ પ્રશ્ન પૂછયા વગર બેન્કમાંથી સરળતાથી ભંડોળ મળી રહેશે.

રઘુરામ રાજન અને વિરલ આચાર્યએ રજૂ કરેલા વાધાં

 બેન્કની માલિકી લોન લેનારની હોય તો એ ધિરાણ સારૂ કેવી રીતે પુરવાર થઇ શકે?

 પ્રસ્તાવમાં ઘણી શરતો છે, પણ તે એક મહત્વનો પ્રશ્ન ઉભો કરે છે :  અત્યારે જ કેમ?

 કોર્પોરેટ ગૃહોને બેન્કિંગ લાઇસન્સ નહીં આપવાનું પહેલું કારણ એ કે, ઔદ્યોગિક ગૃહોને ફાઇનન્સિંગની જરૂર હોય તો તેમને કોઇપણ પ્રશ્ન પૂછયા વગર બેન્કમાંથી સરળતાથી ભંડોળ મળી રહેલ

બેન્કોમાં કોર્પોરેટર ઓનરશિપ અંગે S&P ને આશંકા

S&P ગ્લોબલ રેટિંગ્સે   બેન્કોમાં કોર્પોરેટ ઓનર શિપ અંગે શંકા વ્યકત કરતા કહ્યું હતું કે, છેલ્લા કેટલાક વર્ષોથી બેન્કિંગ ક્ષેત્રે અનેક મોટા કોર્પોરેટ ડિફોલ્ટને જોતા તેમા સફળતા અંગે શંકા થાય છે આમ કરવાથી આરબીઆઇ સામે દેખરેખના પડકાર વધશે. ગયા સપ્તાહે આરબીઆઇની પેનલે મોટા કોર્પોરેટસને બેન્ક શરૂ કરવાની મંજૂરી આપવાની દરખાસ્ત કરી છે. આ ઉપરાંત પ્રાઇવેટ બેન્કમાં પ્રમોટરને હિસ્સો ૧૫ ટકાથી વધારીને ૨૬ ટકા કરવાની પણ દરખાસ્ત કરી છે. કોર્પોરેટસને મંજૂરી આપવાથી પરસ્પર હિતના ટકરાવ, આર્થિક સત્તાનું કેન્દ્ર, નાણાકીય સ્થિરતા જેવા જોખમ રહેલા છે. આમ કરવાથી આંતરિક ધિરાણ, ફંડ ડાયવર્ઝન, વગેરેનું જોખમ પણ છે.

(1:21 pm IST)