મુખ્ય સમાચાર
News of Tuesday, 24th November 2020

કાશ્મીર જીલ્લા પરિષદની ચૂંટણીમાં જુથબંધી જોડાણની ઉમેદવારીના કારણે ભાજપને ચિંતા

(સુરેશ ડુગ્ગર દ્વારા) જમ્મુ, તા.૨૪: જિલ્લા પરિષદની ચૂંટણીમાં કાશ્મીરમાં સાત પક્ષોની આગેવાનીવાળી જૂથબંધી જોડાણની ઉમેદવારીને કારણે ભાજપની સમસ્યા વધી છે. તેમની સમસ્યા એ છે કે તે સ્ટાર ચૂંટણી પ્રચારકો અને નેતાજીને આ ચૂંટણીઓમાં પ્રચાર માટે હાઈકમાન્ડથી બોલાવવાનો આશરો લેવો પડયો છે.

પૂર્વ મુખ્યમંત્રી અને શ્રીનગરના વર્તમાન સાંસદ જ ડો.ફારૂક અબ્દુલ્લા અને પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ પોતાનો રોષ વ્યકત કર્યો છે. આ શનિવારે ચૂંટણી પંચને લખેલા પત્રમાં ડો.અબ્દુલ્લાએ આશ્ચર્ય વ્યકત કર્યું હતું કે તેઓ તેમના જીવનમાં પહેલીવાર જોઈ રહ્યા છે કે સુરક્ષાના નામે ઉમેદવારોને પ્રચાર કરતા અટકાવવામાં આવી રહ્યા છે.

યુસુફ તારાગામીએ પણ આ પ્રકારના આક્ષેપોથી ભરપુર એક પત્ર લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાને લખ્યો હતો, પરંતુ તેમનો પત્ર લખ્યા પછી લેફ્ટનન્ટે નિષ્પક્ષ ચૂંટણીની ખાતરી આપી હતી પરંતુ જમીનની વાસ્તવિકતા હજી બદલાઇ નથી. સ્થિતિ એ છે કે વિરોધી પક્ષોના ઉમેદવારોને હવે ફકત વોટ્સએપ ગ્રુપ અન ઓનલાઇન પ્રચાર કરવાની ફરજ પડી છે.

(2:39 pm IST)