મુખ્ય સમાચાર
News of Tuesday, 24th November 2020

આતંકવાદીઓએ ૩ ફૂટ બરફ વચ્ચે કુપવાડા જીલ્લાનાં મચ્છેલ સેકટરમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યોઃ જવાનો દ્વારા ગોળીબાર

(સુરેશ ડુગ્ગર દ્વારા) જમ્મુ, તા.૨૪:  કુપવાડા જિલ્લાના મચ્છેલ સેકટરમાં એલઓસી નજીક સરહદ સુરક્ષા દળોએ  ફાયરિંગ કર્યુ હતું. અધિકારીએ જણાવ્યું હતું કે એલઓસીની કેટલીક શંકાસ્પદ પ્રવૃત્તિઓ હતી, જેના પછી સૈનિકોએ ગોળીબાર કર્યો હતો.

બીએસએફના ડેપ્યુટી ઈન્સ્પેકટર જનરલ આર મુથુકૃષ્ણને જણાવ્યું હતું કે સૈનિકોની ગોળીબાર બાદ બીજી બાજુથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું, પરંતુ ભારે બરફવર્ષાને કારણે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું નથી, જોકે ટૂંક સમયમાં શોધખોળ શરૂ કરવામાં આવશે. માહિતી માટે, સેનાએ ૮ નવેમ્બરના રોજ સમાન સેકટરમાં ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા હતા. જો કે, આ કામગીરીમાં સેનાના એક અધિકારી અને બીએસએફ જવાન સહિત ચાર સૈનિકો શહીદ થયા હતા.

ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. હિમવર્ષા હજુ પણ થઇ રહી છે અને આ વિસ્તારમાં ત્રણ ફૂટથી વધુ બરફ પડ્યો છે. હિમવર્ષા અટકે ત્યારબાદ જ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવશે. આ ઘટનાની પુષ્ટિ કરતાં એસએસપી કુપવાડા શ્રી રામ અંબકરે જણાવ્યું હતું કે, બીએસએફ ટીમો દ્વારા જુદા-જુદા વિસ્તારોમાં તપાસ હાથ ધરવામાં આવી છે.

(2:40 pm IST)