મુખ્ય સમાચાર
News of Tuesday, 24th November 2020

અફઘાનિસ્તાનના બમિયાનમાં વિસ્ફોટોમાં 17 લોકોના મોત : 50 લોકો ઈજાગ્રસ્ત

સ્થાનીક બજારમાં વિસ્ફોટ થયો. અત્યાર સુધી કોઈએ વિસ્ફોટની જવાબદારી લીધી નથી.

કાબુલ : અફઘાનિસ્તાન એકવાર ફરી મોટી હિંસાની ઝપેટમાં છે. ટોલો ન્યૂઝે સૂત્રોના હવાલાથી જણાવ્યું કે, અફઘાનિસ્તાનના બમિયાન શહેરમાં મંગળવારે થયેલા વિસ્ફોટોમાં 17 લોકોના મૃત્યુ થયા છે અને ઓછામાં ઓછા 50 લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ અફઘાનિસ્તાનના સૌથી સુરક્ષિત પ્રાંતોમાંથી એક છે. સ્થાનીક અધિકારીનો હવાલો આપતા ટોલો ન્યૂઝે જણાવ્યું કે, બમિયાન પ્રાંતા કેન્દ્ર બામિયાન શહેરમાં એક સ્થાનીક બજારમાં વિસ્ફોટ થયો. અત્યાર સુધી કોઈએ વિસ્ફોટની જવાબદારી લીધી નથી. 

ટોલો ન્યૂઝે કહ્યું કે, આ પ્રથમવાર છે કે આ પ્રકારનો વિસ્ફોટ પ્રાંતમાં થયો છે કારણ કે બામિયાન સૌથી સુરક્ષિત પ્રાંતોમાંથી એક છે અને દર વર્ષે અહીં હજારો પર્યટકો પ્રવાસ કરે છે. અફઘાનિસ્તાનમાં ક્ષેત્રીય સહયોગ પર બેઠક દરમિયાન રાષ્ટ્રપતિ અશરફ ગનિએ કહ્યુ કે, સ્થાયી શાંતિ બનાવવા માટે એક મજબૂત ક્ષેત્રીય સહમતિ જરૂરી છે. અફઘાનિસ્તાનને મદદ કરનારા ઉપાયો પર રાષ્ટ્રપતિએ આગળ કહ્યુ કે, ક્ષેત્રીય સહયગ અને કનેક્ટિવિટી પર ક્ષેત્રીય નેતાઓ વચ્ચે સામાન્ય સહમતિનો લાભ ઉઠાવતા શાંતિ અને સમૃદ્ધિ માટે સહયોગ અને સમર્થન પર રાજકીય સહમતિ બનાવવી પડશે. આ માટે એક પ્રક્રિયા અને રણનીતિ વિકસિત કરવી પડશે. આ વાત તેમણે અફઘાનિસ્તાન અને ક્ષેત્રીય સંપર્ક વધારવા માટે એક રોકાણ કાર્યક્રમમાં કહી હતી

(12:04 am IST)