મુખ્ય સમાચાર
News of Thursday, 24th November 2022

ચૂંટણી આવતાં જ રોજગારીની તકો પણ વધે જ !

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓનો પ્રચાર હવે જોર પકડી રહ્યો છે. પહેલા તબક્કાના મતદાન માટે હવે ઝાઝા દિવસો  રહ્યા નથી. ત્‍યારે આવનારા દિવસોમાં આ પ્રચાર વધુ વેગવંતો બનશે. રાજકીય પક્ષોને પ્રચાર સામગ્રીની ભરપૂર જરૂર પડશે. આમા સમાજના દરેક વર્ગના નાના-નાના ઉદ્યોગ સાહસિહકો અને કારીગરોને રોજગારીની મહત્‍વપૂર્ણ તક મળે છે. ભાજપના ઝંડા,ટોપી, પોસ્‍ટર, પ્‍લે-કાર્ડ, પેમ્‍ફલેટ્‍સ વગેરેના ઉત્‍પાદનનું અમદાવાદ કેન્‍દ્ર બનેલું છે. પ્રચાર સામગ્રી બનાવી આપવાનો ઓર્ડર આપનારા માટે આ વ્‍યવસ્‍થા કરનાર કોણ છે તે ગૌણ હોય છે. અલબત્ત, કારીગરો કરતાં કોન્‍ટ્રાકટર વધુ કમાતા હોય તે પણ એક હકીકત છે. છતાં શહેરમાં તમામ સમુદાય માટે ચૂંટણી આવતા જ રોજગારીની તકો વધી એ હકીકત છે. 

(11:34 am IST)