મુખ્ય સમાચાર
News of Thursday, 24th November 2022

નખ પર સફેદ ડાઘ થવાનું કારણ લ્‍યુકોનીશિયા હોઇ શકેઃ એલર્જિક રિએકશનથી પણ નખ પર સફેદ નિશાના થતા હોય

નખમાં ઇજા, મિનરલ ઉણપ અથવા વિટામીન્‍સની ખામીથી પણ આ સમસ્‍યા થઇ શકે

નવી દિલ્‍હીઃ નખ પર સફેદ ડાઘ કે નિશાન થવાના અનેક કારણો હોઇ શકે છે. ફંગલ ઇન્‍ફેકશન, નખમાં ઇજા થવી, મિનરલની ઉણપ કે અમુક વિટામીન્‍સની ખામીથી નખ પર સફેદ ડાઘ કે નિશાન થઇ શકે છે. ફંગલ દવાઓનું સેવન કરી શકાય છે. લોહીમાં કોઇ તકલીફ જણાય તો ડોક્‍ટરની સલાહ લેવી જોઇએ.

નખ પણ આપણા સ્વાસ્થ્યનું રહસ્ય ખોલે છે. જી હાં આપણી બોડીમાં કોઇપણ પ્રકારની બિમારી તો નખ પર તેની અસર દેખાય છે. તો બીજી તરફ નખ પર દેખાનારા સફેદ નિશાનના ઘણા કારણો હોઇ શકે છે. નખ પર સફેદ દાગ થવાનું કારણ સામાન્ય ન હોઇ શકે. તેનું કારણ લ્યૂકોનીશિયા પણ હોઇ શકે છે. લ્યૂકોનીશિયા નખમાં ઇજાના કારણે થાય છે. 

નખ પર સફેદ નિશાનના કારણો

એલર્જિક રિએક્શન

નખ પર સફેદ નિશના થવા પાછળ એલર્જિક રિએક્શન પણ હોઇ શકે છે. તેની પાછળનું કારણ નેલ પોલિશ, ગ્લોસ, અથવા નેલ પોલિશ રિમૂવર પણ હોઇ શકે છે. જી હા નખ પર સફેદ દાગ થવાના કારણે એલર્જી પણ હોઇ શકે છે. એટલું જ નહી આર્ટિફીશિયલ નેલ્સએ પણ નખને નુકસાન પહોંચી શકે છે. 

ફંગલ ઇંકેક્શન

ફંગલ ઇંકેશનના કારણે નખમાં સફેદ નિશાન પડી શકે છે. ઇંફેક્શનના પ્રથમ સંકેત નાખ પર નાના સફેદ નિશાન હોય છે. એટલું જ નહી ઇંફેક્શન વધી જતાં નખ મોટા અને ડ્રાય થઇ શકે છે. એવામાં જો તમાર નખ પર પણ સફેદ નિશાન થઇ રહ્યા છે તો ડોક્ટરને જરૂર બતાવો. 

નખમાં ઇજા

ઘણીવાર નખમાં ઠોકર લાગી જાય છે. એવામાં ઇજા કારણે 3 અઠવાડિયા બાદ નખમાં સફેદ નિશાન દેખાય છે. એટલા માટે તેને નજરઅંદાજ ન કરો. 

મિનરલની ઉણપ

શરીરમાં મિનરલ અથવા વિટામિનની ઉણપના કારણે પણ નખ પર સફેદ નિશાન અથવા દાગ જોવા મળી શકે છે. મોટાભાગે આમ જિંક અને કેલ્શિયમની ઉણપના કારણે થઇ શકે છે.

સફેદ નિશાનને ઓછા કરવાનો ઉપાય

- ફંગલ દવાઓનું સેવન કરો.

- લોહીમાં કોઇપણ પ્રકારની તકલીફ થતાં ડોક્ટર પાસે સલાહ લો.

- વધુ પડતી કોસ્મેટિકનો પ્રયોગ ન કરો. 

(6:17 pm IST)