મુખ્ય સમાચાર
News of Wednesday, 25th January 2023

JNUમાં ફરી હંગામો : BBC ડૉક્યુમેન્ટ્રી અંગે સર્જાયો વિવાદ:વિદ્યાર્થીઓ પર થયો પથ્થરમારો:વીજળી ગુલ

JNUના વહીવટીતંત્રએ સ્પષ્ટ કહ્યું કે BBCની ડોક્યુમેન્ટ્રી દેખાડવામાં આવશે નહીં. જોકે વિદ્યાર્થી યુનિયને આ ડોક્યુમેન્ટ્રીને દેખાડવાની જાહેરાત કરી

નવી દિલ્હી : જવાહર લાલ યુનિવર્સિટીમાં BBCની ડૉક્યુમેન્ટ્રીને લઈ ભારે વિવાદ જોવા મળી રહ્યો છે. સ્ટૂડેન્ટ યુનિયન અગાઉ સ્પષ્ટ કરી ચુક્યુ હતું કે તેના તરફથી તમામ વિદ્યાર્થીઓને BBCની ડોક્યુમેન્ટ્રી દેખાડવામાં આવશે. જોકે વહીવટીતંત્ર દ્વારા કેમ્પસમાં વીજળી જોડાણ કાપવામાં આવ્યું છે, બીજી બાજુ વિદ્યાર્થીઓ હાથમાં લાઈટ લઈ બહાર ભારે વિરોધ કર્યો હતો. ડોક્યુમેન્ટ્રી જોઈ રહેલા વિદ્યાર્થીઓ પર પથ્થરમારો થયો છે. આ પથ્થર કોના દ્વારા મારવામાં આવ્યા છે તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી. જોકે આ કારણને લીધે તણાવની સ્થિતિ વધી ગઈ છે.

   મળતી માહિતી પ્રમાણે JNUSU દ્વારા અગાઉથી નક્કી કરવામાં આવ્યું હતું કે કેમ્પસમાં વિદ્યાર્થીઓને BBCની ડોક્યુમેન્ટ્રી દેખાડવામાં આવશે. આ જાહેરાત ત્યારે કરવામાં આવી હતી કે જ્યારે JNUના વહીવટીતંત્રએ સ્પષ્ટ કહી દીધુ હતું કે BBCની ડોક્યુમેન્ટ્રી દેખાડવામાં આવશે નહીં. જોકે ત્યારે વિદ્યાર્થી યુનિયને આ ડોક્યુમેન્ટ્રીને દેખાડવાની જાહેરાત કરી હતી અને આ કડીના ભાગરૂપે મંગળવારે તે દેખાડવામાં આવી. અલબત કેટલાક વિદ્યાર્થીઓ તેમના ફોન પર BBCની ડોક્યુમેન્ટ્રી જોઈ રહ્યા છે. જોકે વહીવટીતંત્ર દ્વારા વીજળી જોડાણ કાપી નાંખવામાં આવ્યું છે.

(12:32 am IST)