News of Friday, 24th March 2023
અમેરિકામાં કાશ્મીર પર ચર્ચા થવાથી રોષે ભરાયેલા પાકિસ્તાનીઓએ વોશિંગ્ટન ડીસીમાં હંગામો મચાવ્યો
પાકિસ્તાને ફરી એકવાર પોતાની હરકતોથી દુનિયાની સામે શરમજનક સ્થિતિ સર્જી
નવી દિલ્હી : પાકિસ્તાને ફરી એકવાર પોતાની હરકતોથી દુનિયાની સામે શરમજનક સ્થિતિ સર્જી છે. હકીકતમાં અમેરિકાના વોશિંગ્ટન ડીસીની નેશનલ પ્રેસ ક્લબમાં કાશ્મીરને લઈને ચર્ચા થઈ હતી. ત્યારે જ કેટલાક પાકિસ્તાનીઓ ત્યાં પહોંચી ગયા અને હંગામો મચાવવા લાગ્યા. જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવ્યા બાદ પાકિસ્તાનમાં આગ લાગી છે. તે કાશ્મીરમાં થઈ રહેલા વિકાસને પચાવી શકતો નથી. તેઓ કાશ્મીરમાં થયેલા ફેરફારો પર ચર્ચા કરવાનું પણ ચૂક્યા નથી.
(12:55 am IST)