મુખ્ય સમાચાર
News of Wednesday, 25th May 2022

PM મોદીની ચેન્નાઈ મુલાકાત પહેલા BJP હોદ્દેદારની હત્યા : મૃતક 30 વર્ષીય બાલાચંદર ભારતીય જનતા પાર્ટીની અનુસૂચિત જાતિ વિંગના ચેન્નાઈ જીલ્લાના સેક્રેટરી હતા

ચેન્નાઇ : ચેન્નાઈમાં મંગળવારે મોડી સાંજે તમિલનાડુ ભાજપના કાર્યકર્તા બાલાચંદરની અજાણી ટોળકી દ્વારા હત્યા કરવામાં આવી હતી. હુમલામાં ઘાયલ થયા બાદ તેને રાજીવ ગાંધી સરકારી જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેણે દમ તોડી દીધો હતો. મૃતકની ઓળખ 30 વર્ષીય બાલાચંદર તરીકે થઈ છે, જે ભારતીય જનતા પાર્ટીની અનુસૂચિત જાતિ વિંગના ચેન્નાઈ સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ સેક્રેટરી હતા.

પોલીસ અધિકારીએ કહ્યું કે તમામ ઉચ્ચ અધિકારીઓ મામલાની તપાસ કરી રહ્યા છે. તેણે કહ્યું, “હત્યા એક ગલીની અંદર થઈ હતી જે મુખ્ય માર્ગથી દૂર હતી. કોઈપણ વિગતો આપવાનું અમારા માટે ઘણું વહેલું છે. અમે માહિતી એકઠી કરી રહ્યા છીએ.

ચેન્નાઈમાં મંગળવારે મોડી સાંજે તમિલનાડુ ભાજપના કાર્યકર્તા બાલાચંદરની અજાણી ટોળકી દ્વારા હત્યા કરવામાં આવી હતી. હુમલામાં ઘાયલ થયા બાદ તેને રાજીવ ગાંધી સરકારી જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેણે દમ તોડી દીધો હતો. મૃતકની ઓળખ 30 વર્ષીય બાલાચંદર તરીકે થઈ છે, જે ભારતીય જનતા પાર્ટીની અનુસૂચિત જાતિ વિંગના ચેન્નાઈ સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ સેક્રેટરી હતા.

જણાવી દઈએ કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે ચેન્નાઈના JLN ઇન્ડોર સ્ટેડિયમમાં 31,400 કરોડ રૂપિયાથી વધુની કિંમતની 11 પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(1:54 pm IST)