મુખ્ય સમાચાર
News of Wednesday, 25th May 2022

‘દુનિયાનું નેતૃત્‍વ કરતો' મોદીનો ફોટોગ્રાફ વાઇરલ

વડા પ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી અને અમેરિકા, જપાન અને ઑસ્‍ટ્રેલિયાના નેતાઓ ક્‍વૉડની મીટિંગ માટે ટોકયોમાં એકત્ર થયા હતા. આ મીટિંગ દરમ્‍યાનનો એક ફોટોગ્રાફ અત્‍યારે સોશ્‍યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. એમાં આ નેતાઓનું એક ગ્રુપ પગથિયાં ઊતરી રહ્યું હતું અને એમાં સૌથી આગળ મોદી જોવા મળ્‍યા હતા. બીજેપીના નેતા અમિત માલવિયાએ આ ફોટોગ્રાફ ટ્‍વીટ કરીને કૅપ્‍શન લખી હતી કે ‘દુનિયાનું નેતળત્‍વ. એક તસવીર હજાર શબ્‍દો બરાબર છે.' બીજેપીના પ્રવક્‍તા સંબિત પાત્રાએ પણ આ ફોટોગ્રાફ ટ્‍વીટ કરીને લખ્‍યું હતું કે ‘વિશ્વગુરુ ભારત.' નવા વેપાર કરાર માટે શરૂઆત કરી છે. ચીન આ કરારને આ ક્ષેત્રમાં તેના વર્ચસ્‍વને જોખમ તરીકે જુએ છે, એની સામે એણે વાંધો પણ ઉઠાવ્‍યો હતો. ચીનના સરકારી મીડિયાએ એને ‘આર્થિક નાટો' ગણાવ્‍યું હતું. અમેરિકાની આ પહેલમાં ઑસ્‍ટ્રેલિયા, બ્રુનેઈ, દારુસલેમ, ભારત, ઇન્‍ડોનેશિયા, જપાન, રિપબ્‍લિક ઑફ કોરિયા, મલેશિયા, ન્‍યુઝીલૅન્‍ડ, ફિલિપાઇન્‍સ, સિંગાપોર, થાઇલૅન્‍ડ અને વિયેટનામ જોડાયા છે.

(3:00 pm IST)