મુખ્ય સમાચાર
News of Wednesday, 25th May 2022

મલ્‍ટીનેશનલ કંપનીઓએ કોન્‍ટ્રાકટ રદ કરતા ઘઉંના વેપારીઓ ગયા કોર્ટના દ્વારે

ઓર્ડર કેન્‍સલ કરનાર કંપની નુકશાની ભરપાઇ કરે તેવી માંગણી

મુંબઇ, તા.૨૫: ઉત્તરપ્રદેશથી અનાજનો વેપાર કરતી કંપની ત્રિદેવ ટ્રેડર્સે, મુંબઇમાં મુખ્‍ય ઓફીસ ધરાવતી અને અન્‍ય ધંધાઓની સાથે અનાજનો પણ બીઝનેસ કરતી કંપની કે એન એગ્રો રીસોર્સીસને ઘઉંની ખરીદીનો ઓર્ડર અચાનક કેન્‍સલ કરવા બાબતે કાયદાકીય નોટીસ મોકલી છે. ત્રિદેવે કેએન એગ્રોને આના કારણે થયેલ નુકશાની ચુકવી આપવા કહ્યું છે.

ત્રિદેવ ટ્રેડર્સના માલિક મનીષ અગ્રવાલે કહ્યુ કે અમે ૧૧મેએ ઓર્ડર સ્‍વીકાર્યો હતો અને રેલ્‍વે રેકના કન્‍ટેઇનરોમાં લોડીંગ શરૂ કર્યુ હતું. લોડીંગ પુરૂ થવાની તૈયારી હતી ત્‍યારે અચાનક અમને મેસેજ દ્વારા લોડીંગ ના કરવા અને કોન્‍ટ્રાકટ કેન્‍સલ કર્યો હોવાની જાણ કરવામાં આવી. લોડીંગ, અન લોડીંગ અને આ જથ્‍થો જે મેં કોન્‍ટ્રાકટ માટે ખરીદયો હતો તે હવે મારે ઓછા ભાવે વેચવો પડશે જેના લીધે મને બહુ મોટી નુકશાની જશે. જો કેઇ ઇ મેઇલ દ્વારા અપાયેલ એક જવાબમાં કે એન એગ્રો રીસોર્સે કહ્યું કે અમને હજુ સુધી આવી કોઇ નોટીસ નથી મળી.

મધ્‍યપ્રદેશના એક દલાલ રાજુ ખંડેલવાલે કહ્યું કે લગભગ દરેક એમ એન સીએ વેપારીઓ સાથેના પોતાના પરચેઝ કોન્‍ટ્રાકટ કેન્‍સલ શોધી રહ્યા છે. કેટલાક કાયદાકીય વિકલ્‍પોની તલાશમાં છે. ઘણા દલાલો અને નાના વેપારીઓએ કહ્યું કે કોર્ટમાં જવાની અમારી ત્રેવડ નથી કેમ કે તેમાં કંઇ ફાયદો થાય તેમ નથી.

(3:00 pm IST)