મુખ્ય સમાચાર
News of Wednesday, 25th May 2022

દેશમાં 2100 જેટલા રાજકીય પક્ષો સામે ચુંટણીપંચ એક્શન મોડમાં : નાણાકીય ગેરરીતિઓના આરોપો

નિયમો નહી પાડનારી 2100 જેટલી રજીસ્ટર થયેલા રાજકીય પક્ષો પર કાર્યવાહી કરશે

નવી દિલ્હી : ભારતમાં નાના મોટા 2100 જેટલા રાજકીય પક્ષો એવા છે તેમના પર ટેકસ ચોરી અને હિસાબો રજૂ હી કર્યા હોવાનું ચુંટણી પંચ દ્વારા જણાવવામાં આવ્યું છે. આ એવા પક્ષો છે જે નિયમ અનુસાર વાર્ષિક ઓડિટ પણ કરાવી શકયા નથી. કેટલાક તો ચુંટણીમાં કેટલો ખર્ચ કર્યો તેની માહિતી આપવાની પણ તસ્દી લીધી નથી.

 ભારતીય ચુંટણી પંચે આર પી અધિનિયમ 1951 કલમ 29એ અને 29 સી હેઠળ નિયમો નહી પાડનારી 2100 જેટલી રજીસ્ટર થયેલા રાજકીય પક્ષો પર કાર્યવાહી કરવાનું નકકી કર્યુ છે. એક માહિતી મુજબ રાજકિય પક્ષોએ વિધાનસભા ચુંટણી પુરી થાય એ પછી 75 દિવસ અને લોકસભા ચુંટણી પુરી થાય એ પછી 90 દિવસમાં ખર્ચની વિગત આપવી ફરજીયાત છે

કુલ 2100 પક્ષોમાંથી 2056 તો એવા છે જેમણે વાર્ષિક ઓડિટ એકાઉન્ટની વિગતો ભરી નથી. કોઇએ પાન તો કોઇએ બેંક એકાઉન્ટની વિગતો અધૂરી રાખી છે. ઘણા પક્ષોએ તો ચુંટણી ફંડ કયાંથી મળ્યું ? કેટલો ખર્ચ થયો એ અંગે કોઇ જ માહિતી આપી નથી. ચુંટણી ખર્ચની વિગતો ના દર્શાવી હોય તેવા 100 પક્ષોની યાદી બહાર પાડવામાં આવી છે.ચુંટણી નિયમો નહી પાડનારા રાજકિય પક્ષોની માન્યતા ચુંટણી પંચ રદ્ કરી શકે છે.

(11:42 pm IST)