મુખ્ય સમાચાર
News of Wednesday, 25th May 2022

કાશ્મીરમાં પથ્થરબાજીથી લઈ ગોળી સુધી ચાલવામાં યાસીન મલિકનો હતો હાથ:જાણો આતંકના માસ્ટરની સંપૂર્ણ કર્મ કુંડળી

યાસીન મલિક કાશ્મીરમાં પથ્થરબાજીથી લઈને ગોળીબાર સુધીનું બધું જ ફંડ કરતો હતો: તાલીમ પણ આપતો હતો :આતંકી સંગઠનો સાથે મળીને ષડ્યંત્ર ઘડતો :હુરિયત સાથે મળીને બન્વ્યું હતું ગ્રુપ

જમ્મુ-કાશ્મીરના અલગતાવાદી નેતા અને આતંકવાદી યાસીન મલિકને ટેરર ફંડિંગ કેસમાં કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. હવે યાસીન મલિકે આખી જીંદગી જેલમાં પસાર કરવી પડશે. હકીકતમાં, તેને બે કેસમાં આજીવન કેદ અને અન્ય પાંચ કેસમાં 10 વર્ષની સજા સંભળાવવામાં આવી છે. તેણે NIA કોર્ટમાં પોતાનો ગુનો કબૂલ્યો હતો અને એ પણ કહ્યું હતું કે તે સજાને પડકારશે નહીં. મલિક કાશ્મીર ખીણમાં આતંકવાદી ઘટનાઓ અને યુવાનોને આતંકવાદી બનાવવા માટે પણ જવાબદાર છે. તે યુવાનોને પથ્થરબાજીથી લઈને ગોળીબાર સુધીની તાલીમ આપતો હતો.

JKLF ચીફ યાસીન મલિક પર UAPA, આતંકવાદ વિરોધી કાયદો અને રાજદ્રોહ જેવી અનેક કલમો લગાવવામાં આવી હતી. મલિકને 10 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

યાસીન મલિક ઘણા આતંકવાદી સંગઠનોને ફંડ આપતો હતો. તે દેશની અંદર અને બહારથી ગેરકાયદેસર રીતે આ ભંડોળ એકત્ર કરતો હતો. આતંકવાદ માટેનું આ ફંડ લશ્કર-એ-તૈયબાના હાફિઝ સઈદ, હિઝબુલ મુજાહિદ્દીન અને દુખ્તરન-એ-મિલાત જેવા આતંકવાદી સંગઠનોને આપવામાં આવ્યું હતું. તપાસ મુજબ, આ ભંડોળ કાશ્મીર ઘાટીમાં આતંકવાદી ઘટનાઓ માટે એકત્રિત કરવામાં આવ્યું હતું, જેનો ઉપયોગ પથ્થરમારો, સુરક્ષા દળો પર હુમલો અને જાહેર સંપત્તિને નુકસાન માટે કરવામાં આવતો હતો

ANA અનુસાર, મલિકે હુર્રિયત નેતાઓ સાથે 'સંયુક્ત પ્રતિકાર નેતૃત્વ'ની રચના કરી હતી, જેના હેઠળ તે લોકોને વિરોધ, હડતાળ, બંધ અને રોડ બ્લોક કરવા માટે ઉશ્કેરતો હતો. તે કાશ્મીર ઘાટીમાં શાંતિ ડહોળવાના તમામ પ્રયાસો કરતો હતો અને તેના માટે ફંડિંગ પણ મેળવતો હતો

મલિક સામે હજુ પણ ઘણા કેસ ચાલી રહ્યા છે. તેમાં 1990માં એરફોર્સના જવાનો પર આતંકવાદી હુમલો અને જમ્મુ અને કાશ્મીરના તત્કાલીન ગૃહમંત્રી મુફ્તી મોહમ્મદ સઈદની પુત્રીનું અપહરણ પણ સામેલ છે. મલિક પર આરોપ છે કે તેણે અન્ય આતંકવાદીઓ સાથે એરપોર્ટ જવા માટે બસની રાહ જોઈ રહેલા એરફોર્સના જવાનો પર અચાનક ગોળીબાર કર્યો હતો, જેમાં ઓછામાં ઓછા 40 જવાનો ઘાયલ થયા હતા, ચાર જવાનો શહીદ થયા હતા.

(12:10 am IST)