મુખ્ય સમાચાર
News of Friday, 25th June 2021

ફાઇઝર, એસ્ટ્રાજેનેકાની કોવિડ વેકિસનનો એક ડોઝ ૬૦% અસરકાર

બંને કોવિડ વેકિસનનો એક ડોઝ પણ ૬૫ કે તેથી વધુ વયના લોકોને કોવિડ-૧૯ સંક્રમણ સામે ૬૦ ટકા સુરક્ષા પ્રદાન કરે છે : ભારતમાં કોવિશીલ્ડ લેનારા ૧૧ લોકોમાં દુર્લભ પ્રકારના ન્યૂરોલોજિલ સાઇડ ઇફેકટ જોવા મળી છે : બ્રિટનમાં પણ સાત લાખ પૈકી ચાર કેસમાં ગુલેન બૈરે સિંડ્રોમના લક્ષણો જોવા મળ્યા : બ્રિટન હાલમાં કોરોના વાયરસના ડેલ્ટા પ્લસ વેરિયંટ સામે ઝઝૂમી રહ્યું છે

લંડન,તા.૨૫: કોરોના મહામારીથી ત્રસ્ત વિશ્વના મોટાભાગના દેશો વેકિસનેશન મિશન પર કાર્યશીલ છે. એવામાં આંતરરાષ્ટ્રીય સ્તરે વેકિસનેશનમાં ઉપયોગમાં લેવાતી ફાઇઝર અને એસ્ટ્રાજેનેકા કોરોના વેકિસનને લઇને કરાયેલા રિસર્ચના સારા પરિણામો મળ્યા છે.

આ બંને કોવિડ વેકિસનનો એક ડોઝ પણ ૬૫ કે તેથી વધુ વયના લોકોને કોવિડ-૧૯ સંક્રમણ સામે ૬૦ ટકા સુરક્ષા પ્રદાન કરે છે. બ્રિટનની યુનિવર્સિટી કોલેજ લંડનના વૈજ્ઞાનિકો દ્વારા કરાયેલા આ અભ્યાસનો રિપોર્ટ લૈંસેટ ઇન્ફેકશન ડિસિજ પત્રિકામાં છપાયો હતો. આ અભ્યાસમાં ૬૫ કે તેથી વધુ ઉંમરના લોકોને સામેલ કરવામાં આવ્યા હતા.

બ્રિટનમાં હાલ કોરોના વાયરસની ત્રીજી લહેરનો ખતરો મંડળાઇ રહ્યો છે. જેમાં કોરોના વાયરસના ડેલ્ટા પ્લસ વેરિયંટ ભારે તબાહી મચાવી રહ્યો છે. આ રિસર્ચ બ્રિટનમાં ત્રીજી લહેર શરુ થઇ એ પહેલાં કરાયો હતો.

આ દરમિાયન ભારત અને ઇંગ્લેન્ડના વૈજ્ઞાનિકોએ કરેલા બે અલગ-અલગ રિસર્ચમાં સામે આવ્યું છે કે એસ્ટ્રાજેનેકા-ઓકસફોર્ડની કોવિડ-૧૯ વેકિસન લેનારા ૧૧ લોકોમાં દુર્લભ પ્રકારના ન્યૂરોલોજિલ સાઇડ ઇફેકટ જોવા મળી છે. જેને ગુલેન બૈરે સિંડ્રોમ નામ આપવામાં અપાયું છે. કેરળની એક હોસ્પિટલમાં સાત કેસ સામે આવ્યા છે જયાં આશરે ૧૨ લાખ લોકોને એસ્ટ્રાજેનેકાની કોવિશીલ્ડ રસી આપવામાં આવી હતી. જયારે બ્રિટનના નોર્ટિદ્યમમાં આ પ્રકારના ચાર કેસ સામે આવ્યા હતા જયાં આશરે સાત લાખ લોકોને આ વેકિસન અપાઇ હતી.

(10:22 am IST)