મુખ્ય સમાચાર
News of Friday, 25th June 2021

ઈમરાનનું હિન્દુઓ અને આરએસએસ વિરોધી ભાષણ પાખ્કિસ્તાનને ભારે પડશે

હિના રબ્બાની ખાર ભૂતપૂર્વ પાકિસ્તાની વિદેશ પ્રધાન

પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ પ્રધાન હિના રબ્બાની ખારે પાક સંસદમાં પોતાના ભાષણમાં કહ્યું હતું કે ઈમરાન ખાનના હિન્દુ વિરોધી અને આરએસએસ વિરોધી ભાષણો પાકિસ્તાનના ખર્ચાઓમાં મોટો વધારો કરશે. વડાપ્રધાન ઓસામા બિન લાદેનને શહીદ ગણાવે છે તો પાક પોલીસ દ્વારા મારી નખાયેલ આતંકવાદીઓને કેમ શહીદ નથી ગણતા. તેમણે કહ્યુ કે વડાપ્રધાન હિન્દુઓ વિરૂદ્ધ હેટ સ્પીચો આપતા રહે છે. જેના કારણે પાકિસ્તાનનો સંરક્ષણ ખર્ચ વધે છે અને પાકિસ્તાનનો આર્થિક બોજ બમણો થઈ ગયો છે.

હિના રબ્બાનીએ કહ્યું કે બાંગ્લાદેશનો આર્થિક વિકાસ પાકિસ્તાન કરતા બમણો છે કેમ કે બાંગ્લાદેશની વિદેશ નીતિ ભારત સાથે મિત્રતાની છે. તેમણે કહ્યું કે પાકિસ્તાનની પીટીઆઈ સરકાર અને તેનુ પ્રશાસન જ અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં આતંકવાદી ગતિવિધિઓને પ્રોત્સાહન આપે

(1:44 pm IST)