મુખ્ય સમાચાર
News of Friday, 25th June 2021

૧૦-૧૦ બાળકોને જન્મ આપ્યાની વાત તદ્દત ડિંડક નીકળી : મહિલા ઓબ્ઝર્વેશનમાં

નવી દિલ્હી : સાઉથ આફ્રિકાની એક મહિલાએ એક સાથે ૧૦ બાળકોને જન્મ આપ્યો છે એ વાત ત્યાંની સરકારની સત્તાવાર તપાસમાં ખોટી નીકળી છે એટલુ જ નહીં આવો દાવો કરનારી મહિલા પ્રેગ્નન્ટ પણ નહોતી.

સાઉથ આફ્રિકાના ગોતેન્ગ પ્રાંતની ૩૭ વર્ષની ગોસિએમ સિટહોલ નામની મહિલાએ દાવો કર્યો હતો કે તેણે સાતમી જૂને ૧૦ બાળકોને જન્મ આપ્યો હતો.

આ સમાચાર પ્રસર્યા એટલે ખળભળાટ મચી ગયો હતો. અને જગતભરના મીડિયામાં એની નોંધ લેવાઇ હતી. કારણ કે એક સાથે નવ બાળકોને જન્મ આપવાનો ગિનેશ વર્લ્ડ રેકોર્ડ તૂટ્યો હોવાની આ વાત કરી.

જો કે ગોતેન્ગ પ્રાંતમાં કોઇ પણ હોસ્પિટલમાં એક સાથે ૧૦ બાળકો જન્મયાં હોવાની ઘટના નથી બની એવી માહિતી મળ્યા પછી સત્તાવાર તપાસ કરવામાં આવી હતી. જેમાં જાણવા મળ્યુ હતું. આ દાવો કરનારી મહિલા તો તાજેતરમાં પ્રેગ્નન્ટ પણ ન હોતી.

આ મહિલાને હાલમાં મેન્ટલ હેલ્થ એકટ હેઠળ સાઇકિએટ્રી વોર્ડમાં ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવી છે. તેણે આવો ખોટો દાવો કેમ કર્યો એ હજી જાણવા નથી મળ્યું.

(1:47 pm IST)