મુખ્ય સમાચાર
News of Friday, 25th June 2021

મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ બાદ પંજાબમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટની એન્ટ્રીથી ખળભળાટ

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસની બીજી લહેરની અસર ભલે થોડા સમય માટે ઓછી થઈ ગઈ હોય પરંતુ સંપૂર્ણ રીતે ખતમ નથી થઈ. ત્રીજી લહેરની આહટની આહટ પણ સતત સંભળાઈ રહી છે. આ વચ્ચે કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિએન્ટે ચિંતા વધારી છે. આ વેરિએન્ટના ઘણા કેસો સામે આવ્યા છે. જયાર બાદ મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર સહિત દેશના અન્ય ભાગોમાં સ્થિતિ ફરી ખરાબ થઈ ગઈ છે.

પંજાબમાં કોરોનાની બીજી લહેર ઓછી થઈ રહી છે એવામાં લોકો રાહતનો શ્વાસ લઈ રહ્યા છે પરંતુ આ વચ્ચે એક ચિંતાની વાત પણ સામે આવી છે પંજાબમાં પણ કોરોનાનો ડેલ્ટા પ્લસ વેરિએન્ટનો મામલો સામે આવ્યો છે. પંજાબમાં ડેલ્ટા પ્લસનો એક કેસ સામે આવ્યો છે. ઘણા અન્ય સેમ્પલ પણ જીનોમ સીકવન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે.  મધ્યપ્રદેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિએન્ટના કારણે એક મોત થઈ ગઈ છે. જયારે અત્યાર સુધી કુલ સાત કેસ સામે આવ્યા છે. મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં એક મહિલાનું મોત ડેલ્ટા પ્લસના કારણે થયું છે. મધ્યપ્રદેશના મેડિકલ એજયુકેશન મંત્રી વિશ્વાસ સારંગે જણાવ્યા અનુસાર રાજયમાં અત્યાર સુધી વેરિએન્ટથી એક મોત નોંધવામાં આવી છે. જેટલા અન્ય કેસ આવ્યા છે તેના પર સરકારની નજર છે. ડેલ્ટા પ્લસ વેરિએન્ટના સામાન્ય લક્ષણોમાં, સુકી ખાંસી, તાવ અને થાક લાગે છે, ત્યાં જ તેના ગંભીર લક્ષ્ણોની વાત કરીએ તો તેમાં છાતીમાં દુખાવો, શ્વાસ ફુલવો અથવા શ્વાસ લેવામાં તકલીફ અને વાત કરવામાં તકલીફ થઈ શકે છે. WHOના સ્વાસ્થ્ય અધિકારીઓએ અમુક સામાન્ય લક્ષણો જણાવ્યા છે જેમાં ત્વચા પર ચાઠા પગની આંગળીઓના રંગમાં ફેરફાર થવો ગળામાં ખીચખીચ, સ્વાદ અને ગંધ ન આવવી, દસ્ત અને માથાનો દુખાવો સામેલ છે.

(3:18 pm IST)