મુખ્ય સમાચાર
News of Friday, 25th June 2021

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખના ઘરે EDના દરોડા

નવી દિલ્હી,તા. ૨૫: મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખના નાગપુર સ્થિત દ્યરે ઈડીની રેડ પડી છે. સૂત્રોને મળતી જાણકારી અનુસાર ઈડીએ શુક્રવારે સવારે દેશમુખના દ્યરે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતુ. ઉલ્લેખનીય છે કે ઈડીએ દેશમુખની વિરુદ્ઘ આ વર્ષે મે મહિનામાં મની લોન્ડ્રિંગનો મામલો દાખલ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે આ વર્ષે માર્ચ મુંબઈના પૂર્વ પોલીસ આયુકત પરમવીર સિંહે મુખ્યમંત્રી ઉદ્ઘવ ઠાકરેને ચિઠ્ઠી લખીને રાજયને પૂર્વ ગૃહ મંત્રી અનિલ દેશમુખ પર ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા હતા. મુંબઈના પોલીસ આયુકત પદથી હટાવીને રાજય હોમ ગાર્ડસને મહાનિર્દેશક નિયુકત કર્યા બાદ સિંહે મુખ્યમંત્રીને પત્ર લખ્યા હતા. સિંહે આરોપ લગાવ્યો હતો કે રાકાંપાના નેતા દેશમુખે કેટલાક પોલીસ અધિકારીઓને મુંબઈના બાર અને રેસ્ટોરન્ટમાંથી ૧૦૦ કરોડ પ્રત્યેક મહિને ભેગા કરવાનું લક્ષ્ય આપ્યું હતુ. બીજી તરફ દેશમુખે પોતાની વિરુદ્ઘ લગાવેલા આરોપોને ફગાવી દીધા હતા. ૫ એપ્રિલે ત્યારે રાજીનામું આપ્યું જયારે બોમ્બે હાઈકોર્ટે સીબીઆઈને ભ્રષ્ટાચારના આરોપમાં તેની વિરુદ્ઘ શરુઆતની તપાસ કરવાના નિર્દેશ આપ્યા હતા.

(3:19 pm IST)