મુખ્ય સમાચાર
News of Friday, 25th June 2021

મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસના ૨૧ કેસઃ બે લોકોની ટ્રાવેલ હિસ્ટ્રી સુરતની

ગુજરાતમાં હજુ સુધી નવા વેરીયન્ટનો એક પણ કેસ નથી નોંધાયો

સુરત,તા. ૨૫: ગુજરાત સહિત ભારતમાં કોરોનાની બીજી લહેરનો પ્રકોપ ઓછો થયો છે. દરમિયાન નવા વેરીયન્ટ ડેલ્ટા પ્લસના કારણે ગુજરાતમાં પણ ચિંતા વધી છે. ત્યારે ગુજરાત સરકાર ત્રીજી લહેરને લઇને એલર્ટ છે.

મહારાષ્ટ્રમાં ૨૧ લોકોમાં કોરોનાના નવો વેરીયન્ટ જોવા મળ્યા છે. જેમાંથી બે લોકોની ટ્રાવેલ હીસ્ટ્રી ગુજરાતના સુરતની છે. જેની સ્વાસ્થ્ય વિભાગ સજાગ બન્યુ છે. હવે શહેરમાં એન્ટ્રી પોઇન્ટ ઉપર ટેસ્ટીંગ અને આરટીપીસીઆરના નમુનાની જીનોમ સિક્રેસીંગ શરૂ કરાયું છે. ભલે મહારાષ્ટ્રમાં સુરતના ટ્રાવેલ હીસ્ટ્રી ધરાવતા લોકોમાં નવો ડેલ્ટા પ્લસ વેરીયન્ટ મળ્યો હોય પણ ગુજરાતમાં આ વેરીયન્ટનો હજી સુધી કોઇ પોઝીટીવ કેસ નથી નોંધાયો. મહારાષ્ટ્રના આ બે લોકો સુરતમાં લગ્ન સમારંભમાં સામેલ થયેલ. બન્ને જ્વેલર્સ મુંબઇ પહોંચ્યા બાદ પોઝીટીવ આવ્યા હતા. અને ટેસ્ટ બાદ તેઓમાં નવો ડેલ્ટા પ્લસ વેરીયન્ટ હોવાનું માલુમ પડેલ.

(3:20 pm IST)