મુખ્ય સમાચાર
News of Friday, 25th June 2021

આજની અઘોષિત ઈમરજન્સી કરતા ૪૬ વર્ષ પહેલાની એ કટોકટી સારી હતી

નવી દિલ્હી, તા. ૨૫ :. દેશમાં તત્કાલીન વડાપ્રધાન ઈન્દીરા ગાંધીના સમયમાં ઈમરજન્સી લગાવાઈ હતી. આજના મોદીકાળમાં અઘોષિત ઈમરજન્સી હોવાનુ લોકો મહેસુસ કરી રહ્યા છે તેવુ સત્ય હિન્દી ડોટ કોમના એક અહેવાલમાં જણાવાયુ છે.

હું એ દિવસોમાં કોલેજનો બીએસસી વિદ્યાર્થી હતો. ૨૫ જૂન ૧૯૭૫ના કટોકટી લાદવામાં આવી હતી. પ્રેસ-મીડીયા ઉપર સેન્સરશીપ લગાવવામાં આવી હતી. અખબારો બધુ પ્રકાશિત કરવા માટે એ સમયમાં આઝાદ ન હતા. એ પહેલા લોકનાયકના સંપૂર્ણ ક્રાંતિ આંદોલનમાં પણ કુદયા હતા. વિચારોનો પાક જવાનીના એ સમયમાં પાકવા લાગ્યો હતો. થોડા દિવસો બાદ પત્રકારત્વમાં પ્રવેશનો મોકો મળ્યો હતો. કેવો સંયોગ હતો એ દિવસોમાં કલેકટર પણ સેન્સરશીપના વિરોધમાં હતા. તેમની નોકરી બચાવતા-બચાવતા અમે પત્રકારત્વ કરી રહ્યા હતા. એ દિલચશ્પ કહાની ફરી કોઈવાર લખીશું તેમ રાજેશ બાદલે જણાવ્યુ છે. સ્વીકાર કરવામાં કોઈ હિચકીચાટ ન હતી. યુવાન લોહી ક્રાંતિની બાબતમાં ખૂબ રસ લેતુ હતું. એટલે જેપી આંદોલનમાં પણ હડતાલો અને ચક્કાજામનું સમર્થન યોગ્ય હતું, પરંતુ પત્રકારત્વના વિચારોમાં વિવેકનું ઈન્જેકશન પણ લગાવાયુ હતું.

કટોકટીની યાદ

એટલા માટે જ્યારે આંદોલન અરાજક થવા લાગ્યુ, રેલ્વેની લાઈનો ઉખાડવામાં આવતી હતી. બસો અને રેલ્વેના પૈડા જામ કરી દેવાયા હતા. પોલીસ અને સેનાના જવાનો પોતાના ઓફિસરો અને સરકારનો આદેશ નહિ માનવાવાળુ ફરમાન જાહેર હતુ. કોઈપણ ટેકસ નહી ભરવાનુુ હુકમનામુ પણ જારી થઈ ગયુ હતું. કોઈપણ અધિકારીનો હુકમ નહિ માનવાનુ કહેવાવા લાગ્યુ હતું. ક્રાંતિનો નારોે ક્રૂર થઈ ગયો હતો. હિંસા છતી થવા લાગી હતી. આગજની, મારપીટ, હત્યા અને દંગા થવા લાગ્યા હતા. સરકારી ઓફિસો સળગાવવામાં આવી રહી હતી. સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશને લોકનાયક જયપ્રકાશ નારાયણે કહ્યુ કે તેઓ તત્કાલીન પ્રધાનમંત્રીના આવેદન ઉપર સુનાવણી ન કરે અને કેન્દ્ર સરકાર પાસે જેપીએ જીદ પકડી લીધી હતી કે દેશની તમામ ચૂંટાયેલી વિધાનસભાઓ ભંગ કરી દેવામાં આવે. પોતાને જ સવાલ કર્યો કે ગાંધીના સહયોગી રહી ચૂકેલા જેપીનું આ કહેવુ કેટલુ ઉચીત અને નૈતિક હતુ ? આવા કોઈ આંદોલનમાં કોઈપણ પ્રધાનમંત્રી શું કરે ? જે લોકો વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો મિજાજ જાણે છે તે અનુમાન લગાવી શકે છે કે આવી સ્થિતિમાં તેઓ શું કરત ? પરંતુ અનુમાન લગાવવાની જરૂરીયાત જ શું છે. આ દિવસોમાં ઈમરજન્સી પણ નથી. પ્રેસ સેન્સરશીપ પણ નથી. હિંસા, આગજની, તોડફોડ, હત્યા, ચક્કાજામ નથી. સૈનિકો અને પોલીસ અધિકારીઓને બગાવત માટે ઉપસાવાતા નથી. આખા દેશમાં બહુમતીથી ચૂંટાયેલી સરકાર છે જેને આગલા ૩ વર્ષ કોઈ ખતરો નથી. પરંતુ આજે પણ શું આપણે સ્વતંત્ર છીએ ? સેન્સરશીપ નહી હોવા છતા પણ તેના કરતા અનેકગણી વિકરાળરૂપમા પત્રકારત્વતા દેખાઈ રહી છે. અંગ્રેજોની ભાગલા પાડો અને રાજ કરોની તર્જ ઉપર મીડીયાને કોઈ કરવતથી ચીરી નાખવામાં આવ્યુ છે. એક પત્રકાર બીજા પત્રકારનું ગળુ કાપવા પર ઉતરી આવ્યો છે. દરેક નાગરીક જે સરકારી ઓરકેસ્ટ્રાની ધૂન પર નથી નાચતો-ગાતો તેને દેશદ્રોહી કરાર દેવામાં આવી રહ્યો છે. લોકતાંત્રિક અરાજકતાની ટોચ ઉપર બેઠા-બેઠા આપણે વિચારી રહ્યા છીએ કે દેશનુ ભવિષ્ય ખરેખર સુરક્ષિત છે.

એ સાચુ છે કે નવી પેઢી ઈમરજન્સીને લોકતંત્રના અભિષાપ રૂપે ઓળખે છે તેમણે એ કાળ જોયો ન હતો. તેઓ તો આજના સાક્ષી છે. તેમને લાગે છે કે આપાતકાલ કોઈ એવો ભયાવહ રાક્ષસીકાળ હતો. જેણે દેશમાં બધુ ચોપટ કરી દીધુ હતું. યાદ કરો ગાંધીના એક બીજા અનુયાયી સંત વિનોબા ભાવેએ આપાતકાલ (ઈમરજન્સી)ને અનુશાસન પર્વ ગણાવ્યો હતો. એટલા માટે કે રેલ્વે, બસો, વિમાનો સમય ઉપર ચાલવા લાગ્યા હતા. સરકારી ઓફિસરોમાં લાંચ લીધા વગર કામ થવા લાગ્યા હતા. કારખાનામાં ઉત્પાદન વધી ગયુ હતું. રોજગાર આપતી કચેરીઓ કામ આપવા લાગી હતી. મોંઘવારી કાબુમાં હતી અને દેશની ગાડી પાટા પર ચડી ગઈ હતી. વિનોબા ભાવે લોકનાયક જેપીથી બહુ ઉપર હતા પરંતુ તેમને બદનામ કરવામાં આવ્યા. તેમને સરકારી સંત કહેવામાં આવ્યા. જો કે તેના લીધે વિનાબા ભાવેના કદ પર કોઈ અસર પડી ન હતી. તેઓ દેશની આત્મામાં દૂધ-પાણીની જેમ મળેલા હતા. પરંતુ જેપીની ઘોડીના સહારે જે લોકોએ સત્તા હાંસલ કરી તે નેતાઓએ જેપીની કેવી વલે કરી ? લોકનાયકના રૂપમાં કરોડોના દિલો ઉપર રાજ કરતા હતા પરંતુ બિચારા એકલતા અને વિવશતામાં આ છોડી ગયા. પુરેપુરી જીમેદારીથી કહુ છું કે મેં બન્ને સમય જોયો છે. જો તે કટોકટી ડરામણી હતી તો પણ આજના દોરથી લાખ ટકા સારી હતી.

(3:21 pm IST)