મુખ્ય સમાચાર
News of Friday, 25th June 2021

ફરી લોકડાઉન તરફ વળ્યો ઓસ્ટ્રેલિયા : એકાએક કોરોનાના કેસ વધતા અનેક વિસ્તારોમાં સખત પાબંધીઓ લાગુ

કોરોનાનો નવો વેરિએન્ટ પડકાર બની ગયો : બ્રિટન, રશિયા, સ્પેન અને ઓસ્ટ્રેલિયામાં કોરોના સંક્રમણના મામલામાં સતત વધારો

સિડની તા. ૨૫ : દુનિયામાં કોરોનાનો નવો વેરિએન્ટ પડકાર બની ગયો છે. બ્રિટન, રશિયા, સ્પેન અને ઓસ્ટ્રેલિયામાં કોરોના સંક્રમણના મામલા સતત વધી રહ્યા છે. ઓસ્ટ્રેલિયામાં તો કોરોનાની સ્પીડ ઘણી વધારે છે. ગત ૨૪ કલાકમાં હજારોની સંખ્યામાં નવા કેસ સામે આવ્યા છે. ત્યારે સેંકડો લોકોના મોત થયા છે. સ્થિતિ અનિયંત્રિત જોઈ ઓસ્ટ્રેલિયામાં સૌથી મોટા અને જૂના શહેર સિડનીમાં કેટલીક જગ્યાઓ પર લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે.

ત્યારે રશિયાના અનેક વિસ્તારોમાં સંક્રમણની સ્થિતિ ગંભીર છે. રશિયામાં આ અઠવાડિયે રોજના ૧૭ હજારથી વધારે મામલા સામે આવી રહ્યા છે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને કહ્યું કે દેશના અનેક વિસ્તારોમાં સંક્રમણની સ્થિતિ ગંભીર છે. દુર્ભાગ્યથી કોરોનાના મામલા ઓછા નથી થઈ રહ્યા. અનેક વિસ્તારોમાં સ્થિતિ પહેલાથી વધારે ખરાબ છે. રશિયામાં અત્યાર સુધીમાં ૩ કરોડ લોકોને રસી લાગી છે . જે કુલ વસ્તીના ૧૧.૨ ટકા છે. જેમાંથી ૧૨.૩ ટકા લોકોને પહેલો ડોઝ અને ૧૦.૨ ટકા લોકોને બીજો ડોઝ લાગ્યો છે.

બ્રિટનમાં કોરોનાના નવા મામલા વધી રહ્યા છે. ઈંગ્લેન્ડના પબ્લિક હેલ્થ નિર્દેશક સુશાન હોપકિંસે ચેતવણી જારી કરતા કહ્યું કે આપણે કોરોનાના નવા વેરિએન્ટના કારણે ઠંડીઓમાં લોકડાઉન લગાવવું પડશે.

(3:23 pm IST)