મુખ્ય સમાચાર
News of Friday, 25th June 2021

રાજ્યમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિએન્ટની એન્ટ્રી: વડોદરા-સુરતમાં 1-1 કેસ નોંધાયો

ભારતના 18 જિલ્લામાં કોરોના ડેલ્ટા પ્લસ વેરિએન્ટના 48 કેસ :સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં

અમદાવાદ : દેશમાં કોરોના વાયરસની બીજી લહેર ધીમી પડી છે પરંતુ નવો વેરિએન્ટ સામે આવતા ચિંતા વધી છે. ભારતમાં કોવિડ-19ના ડેલ્ટા વેરિએન્ટના કેસ સતત વધી રહ્યો છે. ગુજરાતમાં પણ ડેલ્ટા પ્લસના બે કેસ સામે આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર પત્રકાર પરિષદમાં ગુજરાતમાં કોરોનાના ડેલ્ટા પ્લસની એન્ટ્રી થઈ હોવાની પુષ્ટિ કરી છે. પ્રાથમિક માહિતી મુજબ ડેલ્ટા પ્લસ વેરિએન્ટના આ બે કેસ સુરત અને વડોદરામાં નોંધાયા છે.

ગત દિવસોમાં દેશમાં સામે આવેલા કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિએન્ટના મામલાની સંખ્યામાં સતત વધારો થતો જાય છે. સરકારે જાણકારી આપી કે અત્યાર સુધીમાં ભારતના 18 જિલ્લામાં કોરોના ડેલ્ટા પ્લસ વેરિએન્ટના 48 કેસ સામે આવી ગયા છે. કોરોના ડેલ્ટા પ્લસ વેરિએન્ટના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં છે

કોવિશીલ્ડ અને કોવેક્સિન વેક્સિન SARS CoV 2ના આલ્ફા, બીટા, ગામા, ડેલ્ટા અને ડેલ્ટા પ્લસ એમ તમામ વેરિયન્ટ સામે અસરકારક સાબિત થઈ છે. આ ડેલ્ટા પ્લસ વેરિએન્ટ 48 દેશમાં નોંધાઈ ચૂક્યો છે.આ વાત ICMRના ડાયરેક્ટર જનરલ બલરામ ભાર્ગવે કરી છે.

(6:30 pm IST)