મુખ્ય સમાચાર
News of Friday, 25th June 2021

પુખ્ત વયની યુવતિ પસંદગીના યુવક સાથે લગ્ન કરી શકે છે : ગુજરાતમાં ખેત વ્યવસાય સાથે જોડાયેલા બે પરિવારો વચ્ચે ઝગડો અને મારામારી : યુવતીના માતાપિતાએ પંચાયત સમક્ષ રજુઆત કરતા યુવકના પરિવારને 10 લાખ રૂપિયાનો દંડ કરાયો : ગુજરાત હાઇકોર્ટે લગ્ન માન્ય રાખ્યાa

અમદાવાદ : ગુજરાતમાં ખેત  વ્યવસાય સાથે જોડાયેલા બે પરિવારો વચ્ચે ઝગડો અને મારામારી થયાનો બનાવ બન્યો છે. જે મુજબ યુવતીના માતાપિતા તેને જે જગ્યાએ પરણાવવા માંગતા ત્યાં પરણવા તે રાજી ન હોવાથી પોતાની પસંદગીના યુવક સાથે ભાગી જઇ લગ્ન કરી લીધા હતા.

આથી  યુવતીના પરિવારે યુવકના પરિવાર વિરુદ્ધ પંચાયત સમક્ષ પુત્રીના અપહરણનો આરોપ રજૂ કર્યો હતો. જેથી પંચાયતે યુવકના પરિવારને 10 લાખ રૂપિયાનો દંડ કર્યો હતો.તેથી યુવતીએ ગુજરાત હાઇકોર્ટ  સમક્ષ પોતે રાજી ખુશીથી લગ્ન કર્યા હોવાની રજુઆત કરી હતી.

જેના અનુસંધાને નામદાર  કોર્ટે પુખ્ત વયની યુવતીને પસંદગીના યુવક સાથે લગ્ન કરવાનો અધિકાર હોવાનું જણાવી  તેઓના લગ્ન માન્ય રાખતો ચુકાદો આપ્યો હતો.તથા દંપતીના પરિવારોએ નોંધાવેલી સામસામી ફરિયાદો અંગે તપાસ કરવા મંજૂરી આપી હતી.તેવું એલ.એલ.એચ.દ્વારા જાણવા મળ છે.

 

(5:51 pm IST)