News of Saturday, 24th July 2021
ઓલિમ્પિક ગેમ્સની યજમાની કરતા ટોક્યોમાં કોરોનાના 1128 નવા કેસ
ટોક્યોમાં શુક્રવારે ઓલિમ્પિકનું ઉદ્ઘાટન થયું છે
ટોકિયો : સમાચાર એજન્સી રોયટર અનુસાર જાપાનની રાજધાની ટોક્યોમાં છેલ્લા 24 કલાક દરમિયાન સંક્રમણના 1128 નવા કેસ સામે આવ્યા છે. ઓલિમ્પિક ગેમ્સની યજમાની કરી રહેલા શહેરમાં ગુરૂવારે 1979 કેસ મળ્યા હતા. જાન્યુઆરી બાદ આટલી મોટી સંખ્યામાં કેસ સામે આવ્યા છે. ટોક્યોમાં શુક્રવારે ઓલિમ્પિકનું ઉદ્ઘાટન થયું છે.
(12:27 am IST)