મુખ્ય સમાચાર
News of Friday, 25th September 2020

" ટ્રમ્પ મોદી ફેક્ટર " : અમેરિકાના પ્રેસિડન્ટ પદની ચૂંટણીમાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાથેની દોસ્તી ડોનાલ્ડ ટ્રમ્પને સ્થાનિક ભારતીયોના વધુ મતો અપાવશે : ટ્રમ્પ વિક્ટરી ઇન્ડિયન અમેરિકન ફાઇનાન્સ કમિટીનો સર્વે

વોશિંગટન : અમેરિકામાં 3 નવેમ્બરના રોજ પ્રેસિડન્ટ પદની ચૂંટણી યોજાનાર છે.જેમાં રિપબ્લિકન પાર્ટીના વર્તમાન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટિક પૂર્વ વાઇસ પ્રેસિડન્ટ જો બિડન વચ્ચે સ્પર્ધા છે.તેવા સંજોગોમાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાથેની દોસ્તી ડોનાલ્ડ ટ્રમ્પને ઇન્ડિયન અમેરિકન સમુદાયના વધુ મતો અપાવશે તેવું ટ્રમ્પ વિક્ટરી ઇન્ડિયન અમેરિકન ફાઇનાન્સ કમિટીના સર્વેમાં બહાર આવ્યું છે.
સર્વેમાં જાણવા મળ્યા મુજબ રિપબ્લિક અને ડેમોક્રેટ પાર્ટીના બંને ઉમેદવારો ભારતની આંતરિક સમસ્યાઓ જેવી કે કાશ્મીર સહિતના મુદ્દે નિવેદનો આપવાનું ટાળે છે.જયારે અન્ય આંતર રાષ્ટ્રીય મુદ્દાઓ ઉપર ટ્રમ્પ અને મોદીની સમાન વિચારધારા તથા દોસ્તી સ્થાનિક ભારતીયોના મતો અંકે કરાવવામાં મહત્વનું યોગદાન આપનારા બની રહેશે.ખાસ કરીને ભારતીયોની વધુ વસ્તી ધરાવતા વિસ્તારોમાં આ બાબત મહત્વની પુરવાર થશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:27 am IST)