મુખ્ય સમાચાર
News of Friday, 25th September 2020

દિલ્હીમાં કોરોના સંક્રમણનો બીજો તબક્કો ચિંતાજનક સ્તરે :કેજરીવાલ

દિલ્હીમાં દરરોજ કોવિડ-19નાં સેમ્પલ ટેસ્ટ 20 હજારથી વધીને 60 હજારે પહોચ્યા છે.

નવી દિલ્હી : દેશભરમાં કોરોના સંક્રમિત કેસોનો ચિંતાજનક વધારો થઈ રહી છે. દેશમાં સૌથી વધુ હાલત મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તમિલનાડુ સહિતના રાજ્યોની છે. તો દિલ્હીમાં પણ કોરોના સંક્રમણનો બીજો તબક્કો ચિંતાજનક સ્તરે પહોંચી ગયું છે. દિલ્હીમાં સતત કોરોના સંક્રમણનાં કેસમાં આવેલા ઉછાળાં અંગે દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુરૂવારે કહ્યું કે દિલ્હીમાં કોવિડ-19નો બીજો તબક્કો તેની ચરમસીમા પર છે.

કેજરીવાલે જણાવ્યું કે, નિષ્ણાતો માની રહ્યા છે કે આગામી દિવસોમાં કોરોનાનાં કેસમાં ઘટાડો થશે. કેજરીવાલે કહ્યું કે જુલાઇ 1 થી 17 ઓગસ્ટ સુધી કેસ નિયંત્રણમાં હતાં. અમને એ લાગ્યું કે કેસ વધ્યા અને તે 17 સપ્ટેમ્બરનાં દિવસે વધીને 4500 નવા કેસ પહોંચી ગયા અને તેમાં ઘટાડો થઇ રહ્યો છે, હવે કોરોના વાયરસ દિલ્હીમાં તેની ચરમસીમા પર છે. દિલ્હીમાં દરરોજ કોવિડ-19નાં સેમ્પલ ટેસ્ટ 20 હજારથી વધીને 60 હજારે પહોચ્યા છે.

(12:00 am IST)